મુખ્ય સામગ્રી પર જાઓ

Sacrifices વિશે બાઇબલની કલમો: Unaccepted in, on account of sin

4 કલમો · 55 પાસાં

Unaccepted in, on account of sin વિશે કલમો

  1. યહોવાહ કહે છે, “મારી આગળ તમે અસંખ્ય યજ્ઞો કરો છો તે મારે શા કામના?” “હું ઘેટાના દહનીયાર્પણથી તથા પુષ્ટ જાનવરોના મેદથી ધરાઈ ગયો છું; અને બળદો, હલવાન, તથા બકરાનું રક્ત મને પ્રસન્ન કરતું નથી.

  2. તેથી જ્યારે તમે પ્રાર્થનામાં હાથ જોડશો, ત્યારે હું મારી નજર ફેરવી લઈશ. જો કે તમે ઘણી પ્રાર્થનાઓ કરશો, તો પણ હું સાંભળનાર નથી; કેમ કે તમારા હાથ રક્તથી ભરેલા છે.

  3. જે બળદને કાપનાર છે તે, માણસને મારી નાખનાર જેવો; જે હલવાનનું અર્પણ કરે છે તે કૂતરાનું ડોકું મરડી નાખનાર જેવો; જે ખાદ્યાર્પણ ચઢાવનાર તે ભૂંડનું રક્ત ચઢાવનાર જેવો; જે ધૂપથી સ્મારક અર્પણ કરનાર છે તે દુષ્ટતાને આશીર્વાદ આપનાર જેવો છે. તેઓએ પોતે જ પોતાનો માર્ગ પસંદ કર્યો છે અને તેઓ ધિક્કારપાત્ર વસ્તુઓમાં આનંદ માણે છે.

  4. મને બલિદાન ચઢાવતી વખતે, તેઓ માંસનું બલિદાન કરે છે અને તે ખાય છે, પણ હું, યહોવાહ તેઓને સ્વીકારતો નથી. હવે હું તેઓના અપરાધ યાદ કરીશ અને તેઓનાં પાપની સજા કરીશ. તેઓને પાછા મિસર જવું પડશે.