મુખ્ય સામગ્રી પર જાઓ

Prosperity વિશે બાઇબલની કલમો: From God

7 કલમો · 8 પાસાં

"Prosperity" શોધો

From God વિશે કલમો

  1. મારી જે ભેંટ તારી પાસે લાવવામાં આવી છે તે કૃપા કરી સ્વીકાર, કેમ કે ઈશ્વરે મારા ઉપર કૃપા કરી છે તેથી મારી પાસે પુષ્કળ છે.” યાકૂબે તેને આગ્રહ કર્યો અને એસાવે તેનો સ્વીકાર કર્યો.

  2. પણ તેનું ધનુષ્ય સ્થિર રહેશે, પણ યાકૂબના સામર્થ્યવાન ઈશ્વરના હાથે એ તીરો નાકામયાબ કર્યા. અને તે ઘેટાંપાળક તથા ઇઝરાયલનો ખડક થયો.

  3. તારા પિતાના ઈશ્વર જે તારી સહાય કરશે તેમનાંથી, એટલે સર્વશક્તિમાન ઈશ્વર જે ઉપર આકાશના આશીર્વાદોથી તથા નીચે ઊંડાણના આશીર્વાદોથી, જાનવરો તથા સંતાનોના આશીર્વાદોથી તને વેષ્ટિત કરશે.

  4. તારા પિતાના આશીર્વાદ મારા પૂર્વજોના આશીર્વાદો કરતાં અતિ વિશેષ થયેલા છે, તે અનંતકાળિક પર્વતોની અતિ દૂરની સીમા સુધી વિસ્તરેલા છે; તેઓ યૂસફના શિર પર રહેશે, આ આશીર્વાદો પોતાના ભાઈથી જુદા કરાયેલા યૂસફના માથા પર મુગટ સમાન થશે.

  5. જો યહોવાહ ઘર ન બાંધે તો, તેના બાંધનારાનો શ્રમ વ્યર્થ છે, જો યહોવાહ નગરનું રક્ષણ ન કરે તો, ચોકીદારની ચોકી કરવી કેવળ વ્યર્થ છે.

  6. જે યહોવાહને માન આપે છે અને તેમના માર્ગમાં ચાલે છે, તે સર્વ આશીર્વાદિત છે.

  7. તું તારે હાથે મહેનત કરીને આનંદ મેળવીશ; તું આશીર્વાદિત થશે અને સમૃદ્ધ થશે.