Murmuring વિશે બાઇબલની કલમો: Guilt of encouraging others in
Guilt of encouraging others in વિશે કલમો
પણ જે માણસો તેઓની સાથે ગયા હતા તેઓએ કહ્યું કે, “આપણે એ લોકો ઉપર હુમલો કરી શકતા નથી. કેમ કે તેઓ આપણા કરતાં વધુ બળવાન છે.”
¶ અને જે દેશની જાસૂસી તેઓએ કરી હતી, તે વિષે ઇઝરાયલ લોકોની પાસે તેઓ માઠો સંદેશો લાવ્યા.અને એમ કહ્યું કે, “જે દેશમાં અમે જાસૂસી કરવા માટે ફરી વળ્યા છીએ તે તેના વસનારાને ખાઈ જનાર દેશ છે ત્યાં અમે જોયેલા બધા માણસો બળવાન છે.
ત્યાં અમે મહાકાય એટલે અનાકના વંશજોને પણ જોયા, તેઓની સામે અમે પોતાની દૃષ્ટિમાં તીડોના જેવા હતા. અને તેઓની નજરમાં અમે પણ એવા જ હતા.”
¶ અને જે માણસોને મૂસાએ દેશની જાસૂસી કરવા માટે મોકલ્યા હતા. તેમાંના જેઓ પાછા આવ્યા અને દેશ વિષે ખરાબ સંદેશો લાવીને આખી પ્રજાની પાસે તેની વિરુદ્ધ કચકચ કરાવી.
જે લોકો દેશ વિષે ખરાબ સંદેશો લાવ્યા તેઓ યહોવાહની આગળ મરકીથી માર્યા ગયા.