મુખ્ય સામગ્રી પર જાઓ

Mill વિશે બાઇબલની કલમો

7 કલમો · 5 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

  1. અને મિસર દેશમાંના સર્વ પ્રથમજનિત પછી તે રાજ્યાસન પર બિરાજનાર ફારુનનો પ્રથમજનિત હોય કે ઘંટીએ દળણાં દળનારી દાસીનો પ્રથમજનિત હોય તે સર્વ મૃત્યુ પામશે.’”

  2. લોકો છાવણીમાં ફરીને માન્ના વીણીને એકત્ર કરી લાવતા અને ઘંટીમાં દળી અથવા ખાંડણિયામાં ખાંડીને તથા તવામાં શેકીને તેની પૂરીઓ બનાવતા; અને તેનો સ્વાદ જૈતૂનના તેલ જેવો હતો.

  3. ¶ કોઈ માણસ લોટ દળવાની ઘંટીની નીચેનું કે ઉપલું પડ પણ ગીરવે ન લે; કેમ કે તેમ કરવાથી તે માણસની આજીવિકા ગીરવે લે છે.

  4. તેનું હૃદય પથ્થર જેવું મજબૂત છે, તેને કોઈ ડર નથી નિશ્ચે તેનું હૃદય ઘંટીના પડ જેવું સખત છે.

  5. ઘંટી લઈને લોટ દળ; તારો બુરખો ઉતાર, તારી સુરવાલ ઊંચી કર, પગ ઉઘાડા કર, નદીઓ ઓળંગીને જા.

  6. ¶ હું તમારી ખુશી અને હર્ષનો સાદ, વરકન્યાના વિનોદનો સાદ ઘંટીનો સાદ તથા દીવાઓનો પ્રકાશ દેશમાંથી બંધ પાડીશ.

  7. તથા વીણા વગાડનારા, ગાનારા, વાંસળી વગાડનારા તથા રણશિંગડું વગાડનારાઓનો સાદ ફરી તારા નગરમાં સંભળાશે નહિ; અને કોઈ પણ વ્યવસાયનો કોઈ કારીગર ફરી તારામાં દેખાશે નહિ અને ઘંટીનો અવાજ તારામાં ફરી સંભળાશે નહીં.