મુખ્ય સામગ્રી પર જાઓ

Midianites વિશે બાઇબલની કલમો: Seduced Israel to idolatry

6 કલમો · 28 પાસાં

Seduced Israel to idolatry વિશે કલમો

  1. ¶ ઇઝરાયલ શિટ્ટીમમાં રહેતા હતા ત્યારે પુરુષોએ મોઆબની સ્ત્રીઓ સાથે સૂવાનું શરૂ કર્યું.

  2. કેમ કે મોઆબીઓ તે લોકોને પોતાના દેવોને બલિદાન અર્પણ કરવા આમંત્રણ આપતા હતા. તેથી લોકોએ ખાધું અને મોઆબીઓના દેવોની પૂજા કરી.

  3. ઇઝરાયલના માણસો બઆલ-પેઓરની પૂજામાં સામેલ થયા, એટલે યહોવાહ ઇઝરાયલ પર કોપાયમાન થયા.

  4. ¶ યહોવાહે મૂસાને કહ્યું કે, “લોકોના બધા વડીલોને લઈને તેઓને મારી નાખ. અને દિવસે ખુલ્લી રીતે લોકોની સમક્ષ તેઓને મારી આગળ લટકાવ, જેથી ઇઝરાયલ પરથી મારો ગુસ્સો દૂર થાય.”

  5. તેથી મૂસાએ ઇઝરાયલના વડીલોને કહ્યું, “તમારામાંનો દરેક પોતાના લોકોમાંથી જેણે બઆલ-પેઓરની પૂજા કરી હોય તેને મારી નાખે.”

  6. ¶ ઇઝરાયલનો એક માણસ આવ્યો અને એક મિદ્યાની સ્ત્રીને તેના કુટુંબના સભ્યો વચ્ચે લઈ ગયો. મૂસાની નજર સમક્ષ અને ઇઝરાયલ લોકોનો આખો સમુદાય, જયારે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ રડતો હતો તે સમયે આવું બન્યું.