મુખ્ય સામગ્રી પર જાઓ

Journey of Israel Through The Desert વિશે બાઇબલની કલમો

759 કલમો · 177 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. આ ઝબુલોનીઓના વંશજોનાં કુટુંબો હતાં. જેઓની સંખ્યા સાઠહજાર પાંચસો માણસોની હતી.

  2. ¶ યૂસફના વંશજો મનાશ્શા અને એફ્રાઇમ હતા.

  3. મનાશ્શાના વંશજો આ હતા: માખીરથી માખીરીઓનું કુટુંબ માખીર ગિલ્યાદનો પિતા હતો, ગિલ્યાદથી ગિલ્યાદીઓનું કુટુંબ.

  4. ¶ ગિલ્યાદનાં કુટુંબો આ હતાં: ઈએઝેરથી ઈએઝેરીઓનું કુટુંબ. હેલેકથી હેલેકીઓનું કુટુંબ, અને

  5. આસ્રીએલથી આસ્રીએલીઓનું કુટુંબ. અને શખેમથી શખેમીઓનું કુટુંબ.

  6. શમીદાથી શમીદાઈઓનું કુટુંબ. હેફેરથી હેફેરીઓનું કુટુંબ.

  7. ¶ હેફેરના દીકરા સલોફહાદને દીકરા નહોતા, પણ ફક્ત દીકરીઓ જ હતી. તેની દીકરીઓનાં નામ માહલાહ, નૂહ, હોગ્લાહ, મિલ્કાહ તથા તિર્સા હતાં.

  8. આ મનાશ્શાનાં કુટુંબો હતાં, જેઓની સંખ્યા બાવનહજાર સાતસો માણસોની હતી.

  9. ¶ એફ્રાઇમના વંશજોનાં કુટુંબો આ હતાં. શૂથેલાહથી શૂથેલાહીઓનું કુટુંબ. બેખેરથી બેખેરીઓનું કુટુંબ. તાહાનથી તાહાનીઓનું કુટુંબ.

  10. શૂથેલાહના વંશજો, એરાનથી એરાનીઓનું કુટુંબ.

  11. આ એફ્રાઇમના વંશજોનાં કુટુંબો હતાં. જેઓની સંખ્યા બત્રીસહજાર પાંચસો માણસોની હતી. યૂસફના વંશજો તેઓના કુટુંબોની ગણતરી પ્રમાણે આ છે.

  12. ¶ બિન્યામીનના વંશજોનાં કુટુંબો આ હતાં: બેલાથી બેલાઈઓનું કુટુંબ. આશ્બેલથી આશ્બેલીઓનું કુટુંબ. અહીરામથી અહીરામીઓનું કુટુંબ.

  13. શૂફામથી શૂફામીઓનું કુટુંબ. હૂફામથી હૂફામીઓનું કુટુંબ.

  14. બેલાના દીકરાઓ આર્દ તથા નામાન હતા. આર્દથી આર્દીઓનું કુટુંબ, નામાનથી નામાનીઓનું કુટુંબ.

  15. આ બિન્યામીનના વંશજોનાં કુટુંબો હતાં. જેઓની સંખ્યા પિસ્તાળીસહજાર છસો માણસોની હતી.

  16. ¶ દાનના કુટુંબોના વંશજો, શૂહામથી શૂહામીઓનું કુટુંબ. આ દાનના વંશજોનું કુટુંબ હતું.

  17. શૂહામીઓના બધાં કુટુંબોની સંખ્યા ચોસઠહજાર ચારસો માણસોની હતી.

  18. ¶ આશેરના વંશજોનાં કુટુંબો આ હતાં. યિમ્નાથી યિમ્નીઓનું કુટુંબ. યિશ્વીથી યિશ્વીઓનું કુટુંબ, બરિયાથી બરિયાઓનું કુટુંબ.

  19. બરિયાના વંશજોનાં કુટુંબો આ હતાં. હેબેરથી હેબેરીઓનું કુટુંબ. માલ્કીએલથી માલ્કીએલીઓનું કુટુંબ.

  20. આશેરની દીકરીનું નામ સેરાહ હતું.

  21. આ આશેરના વંશજોનાં કુટુંબો હતાં, જેઓની સંખ્યા તેપનહજાર ચારસો માણસોની હતી.

  22. ¶ નફતાલીના વંશજોનાં કુટુંબો આ હતાં: યાહસએલથી યાહસએલીઓનું કુટુંબ, ગૂનીથી ગૂનીઓનું કુટુંબ,

  23. યેસેરથી યેસેરીઓનું કુટુંબ, શિલ્લેમથી શિલ્લેમીઓનું કુટુંબ.

  24. નફતાલીના વંશજોનાં કુટુંબો આ હતાં. જેઓની સંખ્યા પિસ્તાળીસહજાર ચારસો માણસોની હતી.

  25. ¶ ઇઝરાયલ લોકો મધ્યેના માણસોની કુલ ગણતરી છ લાખ એક હજાર સાતસો ત્રીસની હતી.