Journey of Israel Through The Desert વિશે બાઇબલની કલમો: Persons selected as spies
Persons selected as spies વિશે કલમો
¶ અને યહોવાહની આજ્ઞા અનુસાર પારાનના અરણ્યમાંથી મૂસાએ તેઓને મોકલ્યા. એ સર્વ પુરુષો ઇઝરાયલી લોકોના આગેવાનો હતા.
તેઓનાં નામ આ પ્રમાણે છે; રુબેનના કુળમાંથી, ઝાક્કૂરનો દીકરો શામ્મૂઆ.
¶ શિમયોનના કુળમાંથી હોરીનો દીકરો શાફાટ.
યહૂદાના કુળમાંથી, યફૂન્નેનો દીકરો કાલેબ.
ઇસ્સાખારના કુળમાંથી, યૂસફનો દીકરો ઈગાલ.
એફ્રાઇમના કુળમાંથી, નૂનનો દીકરો હોશિયા.
¶ બિન્યામીનના કુળમાંથી, રાફુનો દીકરો પાલ્ટી.
ઝબુલોનના કુળમાંથી, સોદીનો દીકરો ગાદીયેલ.
યૂસફના કુળમાંથી એટલે મનાશ્શા કુળમાંથી, સુસીનો દીકરો ગાદી.
દાન કુળમાંથી, ગમાલીનો દીકરો આમ્મીએલ.
¶ આશેરના કુળમાંથી, મિખાએલનો દીકરો સથુર.
નફતાલીના કુળમાંથી, વોફસીનો દીકરો નાહબી.
ગાદના કુળમાંથી, માખીરનો દીકરો ગુએલ.
જે પુરુષોને મૂસાએ દેશની જાસૂસી કરવા મોકલ્યા તેઓનાં નામ એ હતાં. મૂસાએ નૂનના દીકરા હોશિયાનું નામ બદલીને યહોશુઆ રાખ્યું.