Journey of Israel Through The Desert વિશે બાઇબલની કલમો
મુખ્ય બાઇબલ કલમો
¶ પછી યહોવાહે મૂસાને કહ્યું,
“તેઓનાં નામોની સંખ્યા પ્રમાણે માણસોને આ દેશનો વારસો વહેંચી આપવો.
¶ મોટા કુટુંબને વધારે વારસો આપવો, નાના કુટુંબને થોડો વારસો આપવો. દરેક કુટુંબના માણસોની ગણતરી પ્રમાણે તેમને વારસો આપવો.
ચિઠ્ઠી નાખીને દેશની વહેંચણી કરવી. દરેકને તેમના પિતૃઓનાં કુળો પ્રમાણે વારસો મળે.
વધારે તથા થોડા કુટુંબોની વચ્ચે ચિઠ્ઠીઓ નાખીને વારસાની વહેંચણી કરવી.”
¶ લેવીઓનાં કુટુંબો: તેઓનાં કુટુંબો પ્રમાણે ગણતરી થઈ તે આ હતી: ગેર્શોનથી ગેર્શોનીઓનું કુટુંબ. કહાથથી કહાથીઓનું કુટુંબ. મરારીથી મરારીઓનું કુટુંબ,
લેવીઓનાં કુટુંબો નીચે મુજબ છે: લિબ્નીઓનું કુટુંબ. હેબ્રોનીઓનું કુટુંબ. માહલીઓનું કુટુંબ. મુશીઓનું કુટુંબ. તથા કોરાહીઓનું કુટુંબ. કહાથ આમ્રામનો પૂર્વજ હતો.
આમ્રામની પત્નીનું નામ યોખેબેદ હતું, તે લેવીની દીકરી હતી, જે મિસરમાં લેવીને ઘરે જન્મી હતી. તેનાથી હારુન, મૂસા તથા તેમની બહેન મરિયમ જન્મ્યા હતા.
¶ હારુનની પત્નીએ નાદાબ તથા અબીહૂ, એલાઝાર તથા ઈથામારને જન્મ આપ્યો. આમ્રામ તેનો પતિ હતો.
નાદાબ તથા અબીહૂ યહોવાહ સમક્ષ અમાન્ય અગ્નિ ચઢાવતા મૃત્યુ પામ્યા.
તેઓ મધ્યેના જેઓની ગણતરી થઈ તેઓ એટલે એક મહિનો તથા તેનાથી વધારે ઉંમરના પુરુષોની સંખ્યા તેવીસ હજારની હતી. પણ તેઓની ગણતરી ઇઝરાયલ લોકો વચ્ચે થઈ ન હતી, કેમ કે તેઓને ઇઝરાયલ લોકો મધ્યે વારસો મળ્યો ન હતો.
¶ મૂસા તથા એલાઝાર યાજકથી જેઓની ગણતરી થઈ તેઓ આ હતા. તેઓએ યર્દનને કિનારે યરીખો સામે મોઆબના મેદાનમાં ઇઝરાયલ લોકોની ગણતરી કરી.
મૂસાએ તથા હારુન યાજકે સિનાઈ અરણ્યમાં ઇઝરાયલના વંશજોની ગણતરી કરી ત્યારે જેઓની ગણતરી થઈ હતી તેઓમાંનો એક પણ માણસ ત્યાં ન હતો.
¶ કેમ કે, યહોવાહે કહ્યું હતું કે આ બધા લોકો અરણ્યમાં મૃત્યુ પામશે. ફક્ત યફૂન્નેનો દીકરો કાલેબ તથા નૂનનો દીકરો યહોશુઆ સિવાય તેઓમાંનો એક પણ માણસ બચશે નહિ.
¶ યૂસફના દીકરા મનાશ્શાના કુટુંબોમાંથી મનાશ્શાના દીકરા માખીરના દીકરા ગિલ્યાદના દીકરા હેફેરના દીકરા સલોફહાદની દીકરીઓ મૂસા પાસે આવી. તેની દીકરીઓના નામ આ પ્રમાણે હતા: માહલાહ, નૂહ, હોગ્લાહ, મિલ્કાહ તથા તિર્સા.
¶ તેઓએ મૂસાની, એલાઝાર યાજકની, વડીલોની તથા આખી જમાતની આગળ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ઊભી રહીને કહ્યું,
“અમારો પિતા અરણ્યમાં મૃત્યુ પામ્યો. યહોવાહ વિરુદ્ધ ઊઠનાર કોરાહની ટોળીમાં તે ન હતા. તે તેના પોતાના પાપમાં મૃત્યુ પામ્યા; તેને કોઈ દીકરા ન હતા.
¶ અમારા પિતાને દીકરો ન હોવાથી અમારા પિતાનું નામ કુટુંબમાંથી શા માટે દૂર કરાય? અમારા પિતાના ભાઈઓ મધ્યે અમને વારસો આપવામાં આવે.”
માટે મૂસા આ બાબત યહોવાહ સમક્ષ લાવ્યો.
¶ અને યહોવાહે મૂસાને કહ્યું,
“સલોફહાદની દીકરીઓ સાચું બોલે છે. તું નિશ્ચે તે લોકોને તેમના પિતાના ભાઈઓની સાથે વારસાનો દેશ આપ; તેઓના પિતાનો વારસો તેઓને આપ.
ઇઝરાયલ લોકોને સાથે વાત કરીને કહે, ‘જો કોઈ માણસ મૃત્યુ પામે અને તેને દીકરો ન હોય, તો તેની દીકરીને તેનો વારસો આપ.
¶ જો તેને દીકરી ના હોય, તો તું તેનો વારસો તેના ભાઈઓને આપ.
જો તેને ભાઈઓ ના હોય, તો તેનો તેના પિતાના ભાઈઓને આપ.
અને જો તેને કાકાઓ ન હોય, તો તેનો વારસો તેના નજીકના સગાને આપ, તે તેનો માલિક બને. યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે પ્રમાણે આ કાયદો ઇઝરાયલી લોકો માટે કાનૂન થાય.’”