મુખ્ય સામગ્રી પર જાઓ

Humiliation and Self-Affliction વિશે બાઇબલની કલમો: Enjoined

13 કલમો · 1 પાસું

Enjoined વિશે કલમો

  1. ¶ એ સદાને માટે તમારો વિધિ થાય; દેશનાં વતનીઓ તથા તમારી મધ્યે વસતા વિદેશીઓએ સાતમા મહિનાના દશમા દિવસે ઉપવાસ કરવો અને કોઈ કામ કરવું નહિ.

  2. કેમ કે તે દિવસે તમને શુદ્ધ કરવા માટે તમારા માટે પ્રાયશ્ચિત કરવામાં આવશે; તમે તમારા પાપોથી યહોવાહની આગળ શુદ્ધ થશો.

  3. તમારા માટે તે પવિત્ર વિશ્રામવારનો દિવસ છે. તમારે ઉપવાસ કરવો અને કંઈ કામ કરવું નહિ. આ સદાને માટેનો નિયમ છે.

  4. ¶ પછી યહોવાહે મૂસાને કહ્યું,

  5. “સાતમા માસનો દશમો દિવસ પ્રાયશ્ચિતનો દિવસ છે. એ દિવસે પવિત્ર મેળાવડો રાખવો. ઉપવાસ કરવો અને યહોવાહને હોમયજ્ઞ ચઢાવવો.

  6. ¶ એ દિવસે તમારે કોઈ કામ કરવું નહિ, કેમ કે તે પ્રાયશ્ચિતનો દિવસ છે. તે દિવસે તમારા ઈશ્વર યહોવાહ સમક્ષ તમારે પ્રાયશ્ચિત કરવું.

  7. જે કોઈ તે દિવસે ઉપવાસ નહિ કરે તો તેને તેના લોકોમાંથી અલગ કરવામાં આવશે.

  8. ¶ જે કોઈ આ દિવસે કોઈ પણ કામ કરશે તો હું યહોવાહ તેના લોકોમાંથી તેનો નાશ કરીશ.

  9. તે દિવસે તમારે કોઈપણ પ્રકારનું કામ કરવું નહિ, તમારા રહેઠાણોમાં તમારા લોકોના વંશજો માટે એ સદાનો વિધિ થાય.

  10. આ તો પવિત્ર વિશ્રામવારનો દિવસ છે, માટે તમે ઉપવાસ કરો અને આત્મકષ્ટ કરો. નવમા દિવસની સાંજથી પછીના દિવસની સાંજ સુધી તમારે વિશ્રામ પાળવો.”

  11. ¶ અમે આહવા નદીને કિનારે હતા ત્યારે મેં ઉપવાસ કરવાનું જાહેર કર્યું, કે અમે અમારા ઈશ્વરની સમક્ષ પોતાને નમ્ર બનાવીએ; અને પ્રાર્થના કરીને અમારે માટે, અમારા બાળકો માટે તથા અમારી મિલકતને માટે તેમની પાસેથી સીધો રસ્તો શોધી લઈએ.

  12. શત્રુઓની વિરુદ્ધ અમને માર્ગમાં રક્ષણ કરવા માટે રાજા પાસે સૈનિકો અને ઘોડેસવારોની માગણી કરતાં મને ક્ષોભ થયો. કારણ અમે રાજાને કહ્યું હતું કે, “જે કોઈ ઈશ્વરને શોધે છે તેઓ પર ઈશ્વરનો હાથ હિતકારક છે પણ જે કોઈ તેના પ્રત્યે વિમુખ હોય છે તેના પર તેમનો ભયંકર કોપ અને પરાક્રમ આવે છે.”

  13. તેથી અમે ઉપવાસ કર્યો અને સુરક્ષિત મુસાફરી માટે ઈશ્વરને પ્રાર્થના કરી અને તેમણે અમારી પ્રાર્થના સાંભળી.