Skip to content

Cedar વિશે બાઇબલની કલમો

11 કલમો · 9 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

  1. ¶ પછી ઘરની શુદ્ધિ માટે યાજક બે નાનાં પક્ષીઓ, દેવદારનું લાકડું, લાલ રંગના કાપડનો ટુકડો અને ઝુફો લે.

  2. એક પક્ષીને તેણે ઝરાના વહેતા પાણી ઉપર માટલી ઉપર કાપવું.

  3. તેણે દેવદારનું લાકડું, ઝુફો અને કિરમજી રંગનું કાપડ લઈ જીવતા પક્ષી સાથે ચઢાવેલા પક્ષીના રક્તમાં તથા ઝરાના વહેતાં પાણીમાં બોળવા અને સાત વખત ઘર ઉપર છંટકાવ કરવો.

  4. ¶ આ પ્રમાણે તેણે પક્ષીનું રક્ત, ઝરાનું પાણી, જીવતું પક્ષી, દેવદારનું લાકડું, ઝુફો અને કિરમજી કાપડ, તેનાથી ઘરની શુદ્ધિ કરવી.

  5. ¶ તેથી હવે મારા માટે લબાનોન પરથી દેવદાર વૃક્ષો કપાવવાની આજ્ઞા આપો. અને મારા સેવકો તમારા સેવકોની સાથે રહેશે અને તમે જે પ્રમાણે કહેશો તે મુજબ હું તમારા સેવકોને વેતન ચૂકવી આપીશ. કારણ કે તમે જાણો છો કે અમારામાં સિદોનીઓના જેવા લાકડાં કાપનારો કોઈ હોશિયાર માણસો નથી.”

  6. ¶ જયારે હીરામે સુલેમાનની વાતો સાંભળી, ત્યારે ઘણો આનંદિત થઈને બોલ્યો, “આજે યહોવાહની સ્તુતિ થાઓ કે તેમણે આ મહાન પ્રજા પર રાજ કરવા દાઉદને જ્ઞાની દીકરો આપ્યો છે.”

  7. હીરામે સુલેમાનની પાસે માણસ મોકલીને કહાવ્યું, “જે સંદેશો તમે મારા પર મોકલ્યો છે તે મેં સાંભળ્યો છે. એરેજવૃક્ષનાં લાકડાંની બાબતમાં તથા દેવદારનાં લાકડાંની બાબતમાં હું તમારી ઇચ્છા પ્રમાણે બધું કરીશ.

  8. ¶ મારા ચાકરો લાકડાંને લબાનોન પરથી સમુદ્રકિનારે ઉતારી લાવશે અને જે સ્થળ તમે મુકરર કરશો ત્યાં તે સમુદ્રમાર્ગે લઈ જવા માટે હું તેમના તરાપા બંધાવીશ અને તમે તે ત્યાંથી લઈ જજો. તમે મારા ઘરનાંને ખોરાકી પૂરી પાડજો, એટલે મારી ઇચ્છા પૂરી થશે.”

  9. ¶ તેથી હીરામે સુલેમાનને તેની ઇચ્છા પ્રમાણે એરેજવૃક્ષોનાં લાકડાં તથા દેવદારનાં લાકડાં આપ્યાં.

  10. સુલેમાને તૂરના રાજા હીરામની પાસે સંદેશો મોકલીને જણાવ્યું, “તું મારા પિતા દાઉદની સાથે જેમ વર્ત્યો અને તેને રાજમહેલ બાંધવા માટે દેવદારનાં લાકડાં મોકલી આપ્યાં હતાં, તેમ જ તું મારી સાથે વર્તજે.

  11. ¶ જુઓ, હું મારા ઈશ્વર યહોવાહ માટે ઘર બાંધવા માગું છું, ત્યાં તેમની સમક્ષ ખુશબુદાર સુગંધીઓનો ધૂપ બાળવાને, નિત્યની અર્પિત રોટલીને સારુ, વિશ્રામવારોએ, ચંદ્રદર્શનના દિવસોએ અને અમારા પ્રભુ ઈશ્વરનાં નક્કી કરેલાં પર્વોને માટે, સવાર તથા સાંજના દહનીયાર્પણોને સારુ તથા તેમના નામને સારુ, હું ઘર બાંધુ છું. ઇઝરાયલને માટે સર્વકાળને સારુ આ વિધિઓ ઠરાવેલા છે.