- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
Calf વિશે બાઇબલની કલમો
મુખ્ય બાઇબલ કલમો
¶ તેથી રાજાએ સલાહ લઈને સોનાના બે વાછરડા બનાવ્યા અને યરોબામે તેઓને કહ્યું, “યરુશાલેમમાં જવું તમને ઘણું મુશ્કેલ થઈ પડે છે. હે ઇઝરાયલીઓ જુઓ, આ રહ્યા તમારા દેવો કે જે તમને મિસર દેશમાંથી બહાર લઈ આવ્યા હતા.”
તેણે એક વાછરડાને બેથેલમાં સ્થાપ્યો અને બીજાની સ્થાપના દાનમાં કરી.
તેથી આ કાર્ય પાપરૂપ થઈ પડ્યું. લોકો બેમાંથી એકની પૂજા કરવા માટે દાન સુધી જતા હતા.
¶ યરોબામે ઉચ્ચસ્થાનોનાં પૂજાસ્થાનો બંધાવ્યાં; તેણે લેવીપુત્રોમાંના નહિ એવા બાકીના લોકોમાંથી યાજકો ઠરાવ્યાં.
યરોબામે આઠમા માસની પંદરમી તારીખે, જે પર્વ યહૂદિયામાં પળાતું હતું તેના જેવું પર્વ ઠરાવ્યું, તેણે વેદી પર બલિદાનો ચઢાવ્યાં. તે જ પ્રમાણે તેણે બેથેલમાં કર્યું. અને પોતાના બનાવેલા વાછરડાઓનાં બલિદાનો આપ્યાં. ઉચ્ચસ્થાનોના જે યાજકો તેણે ઠરાવ્યાં હતા, તેઓને તેણે બેથેલમાં રાખ્યા.
¶ જે વેદી યરોબામે બેથેલમાં બનાવી હતી તેની પાસે આઠમા માસમાં, એટલે પોતાના પસંદ કરેલા માસ પંદરમી તારીખે તે ગયો અને ઇઝરાયલી લોકોને માટે તેણે પર્વ ઠરાવ્યું અને ધૂપ બાળવા માટે તે વેદી પાસે ગયો.
¶ યહોવાહના વચનથી એક ઈશ્વરભક્ત યહૂદિયામાંથી બેથેલ આવ્યો. જયારે યરોબામ ધૂપ બળવા માટે વેદી પાસે ઊભો હતો.
ત્યારે યહોવાહના વચનથી ઈશ્વરભક્તે વેદી સામે પોકારીને કહ્યું, “વેદી, વેદી યહોવાહ કહે છે; ‘જુઓ, દાઉદના કુટુંબમાં યોશિયા નામે એક દીકરો જનમશે, તે તારા પર ધૂપ બાળનાર ઉચ્ચસ્થાનોના યાજકોનો યજ્ઞ તારી જ ઉપર કરશે અને લોકો તારા પર માણસનાં હાડકાં બાળશે.’
પછી તે જ દિવસે ઈશ્વરના ભક્તે ચિહ્ન આપીને કહ્યું, “ઈશ્વરે જે ચિહ્ન આપીને કહ્યું છે: ‘જુઓ, આ વેદી તૂટી જશે અને તેના પરની રાખ ફેલાઈ જશે.”
¶ જયારે રાજાએ બેથેલની સામેની વેદીથી ઈશ્વરભક્તે પોકારેલી વાણી સાંભળી ત્યારે યરોબામે વેદી પાસેથી પોતાનો હાથ ઈશ્વરભક્ત તરફ લાંબો કરીને કહ્યું, “તેને પકડો.” પણ તેનો જે હાથ તેણે ઈશ્વરભક્ત તરફ લંબાવ્યો હતો તે સુકાઈ ગયો અને તેથી તે પોતાના હાથને પાછો ખેંચી શકયો નહિ.
તે સમયે જે ચિહ્ન ઈશ્વરભક્તે ઈશ્વરના વચન પ્રમાણે આપ્યું હતું તે પ્રમાણે વેદીમાં મોટી તિરાડ પડી અને તેના પરની રાખ વેરાઈ ગઈ.
¶ વળી બેથેલમાં જે વેદી હતી તેને તથા જે ઉચ્ચસ્થાનો નબાટના દીકરા યરોબામ કે જેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું તેણે બાંધેલાં હતાં, તેઓને યોશિયાએ તોડી નાખ્યા. તેણે તે ઉચ્ચસ્થાનની વેદીને ભાંગીને ભૂકો કર્યો, વળી તેણે અશેરા મૂર્તિને બાળી નાખી.
જ્યારે યોશિયા બીજી તરફ ફર્યો ત્યારે તેણે પર્વત પરની કબરો જોઈ. તેણે માણસો મોકલીને કબરોમાંથી હાડકાં બહાર કઢાવ્યાં, આ વાતો પ્રકટ કરનાર ઈશ્વરભક્તે યહોવાહનું જે વચન પોકાર્યું હતું તે પ્રમાણે તેઓને વેદી પર બાળીને તેને અશુદ્ધ કરી.
¶ પછી તેણે પૂછ્યું, “પેલું સ્મારક જે હું જોઉં છું તે શાનું છે?” નગરના માણસોએ તેને કહ્યું, “તે તો ઈશ્વરભક્તે યહૂદિયાથી આવીને આ કૃત્યો કે જે તમે બેથેલની વેદી વિરુદ્ધ કર્યાં છે તે પોકાર્યાં હતા, તેની કબર છે.”
યોશિયાએ કહ્યું, “તેને રહેવા દો. કોઈએ તેનાં હાડકાં ખસેડવા નહિ.” તેથી તેઓએ તેનાં હાડકાં તથા સમરુનથી આવેલા પ્રબોધકોના હાડકાંને રહેવા દીધાં.
¶ વળી સમરુનનાં નગરોમાં ઉચ્ચસ્થાનોનાં બધાં મંદિરો, જે ઇઝરાયલના રાજાઓએ બનાવીને યહોવાહને ગુસ્સે કર્યા હતા તેમને યોશિયાએ દૂર કર્યાં. જે બધાં કાર્યો તેણે બેથેલમાં કર્યાં હતાં તે પ્રમાણે તેણે કર્યું.
તેણે ત્યાંનાં ઉચ્ચસ્થાનના બધા યાજકોને વેદીઓ પર મારી નાખ્યા, તેઓના પર તેણે માણસોનાં હાડકાં બાળ્યાં, પછી તે યરુશાલેમ પાછો આવ્યો.
પ્રબોધક કહે છે, હે સમરુન, યહોવાહે તારા વાછરડાને ફેંકી દીધો છે.” યહોવાહ કહે છે કે, “મારો કોપ તેઓની વિરુદ્ધ સળગી ઊઠ્યો છે. કેમ કે તેઓને નિર્દોષ થતાં સુધી કેટલો સમય લાગશે?
કેમ કે એ પણ ઇઝરાયલથી થયું છે; કારીગરે તે બનાવ્યું છે; તેઓ ઈશ્વર નથી. સમરુનના વાછરડાના ટુકડે ટુકડા કરવામાં આવશે.
બેથ-આવેનના વાછરડીઓને કારણે, સમરુનના લોકો ભયભીત થશે. કેમ કે તેના માટે શોક કરે છે, તેઓના દબદબાને લીધે, વ્યભિચારી યાજકો આનંદ કરતા હતા, પણ તેઓ ત્યાં રહ્યા નથી.
કેમ કે મહાન રાજાને માટે બક્ષિસ તરીકે તેને આશ્શૂર લઈ જવામાં આવશે. એફ્રાઇમ બદનામ થશે, ઇઝરાયલ પોતાની જ સલાહને લીધે લજ્જિત થશે.