Skip to content

Caiaphas વિશે બાઇબલની કલમો

30 કલમો · 5 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. પછી તેઓએ પિતર તથા યોહાનને બોલાવીને આજ્ઞા આપી કે, વાત કરતાં તેમ જ બોધ કરતાં પણ તમારે ઈસુનું નામ બિલકુલ લેવું નહિ.

  2. ¶ પણ પિતર તથા યોહાને તેઓને ઉત્તર આપ્યો કે, શું ઈશ્વરના કરતાં તમારું સાંભળવું એ ઈશ્વરની સમક્ષ ઉચિત છે કે નહિ, એ તમે જ નક્કી કરો.

  3. કેમ કે અમે તો જે જે જોયું તથા સાંભળ્યું, તે કહ્યાં વિના અમારાથી રહેવાય એમ નથી.

  4. ¶ પિતર તથા યોહાનને શિક્ષા કરવાનું કંઈ કારણ ન મળ્યાથી તેઓએ લોકોને લીધે તેઓને ફરી ચેતવણી આપીને છોડી દીધાં; કેમ કે જે થયું હતું તેને લીધે સર્વ લોકો ઈશ્વરને મહિમા આપતા હતા.

  5. કેમ કે જે માણસના હકમાં સાજાપણાંનો આ ચમત્કાર થયો હતો તે ચાળીસ વરસથી વધારે ઉંમરનો હતો.