મુખ્ય સામગ્રી પર જાઓ

Birds વિશે બાઇબલની કલમો: Appointed for food

12 કલમો · 107 પાસાં

Appointed for food વિશે કલમો

  1. પૃથ્વીના દરેક પશુ પર, આકાશના દરેક પક્ષી પર, પૃથ્વી પર પેટે ચાલનારાં દરેક અને સમુદ્રનાં દરેક માછલાં તમારાથી બીશે અને ડરશે. તેઓને તમારા હાથમાં આપવામાં આવેલા છે.

  2. ¶ પૃથ્વી પર ચાલનારાં બધા પશુ તમારે સારુ ખોરાક થશે. જે પ્રમાણે મેં તમને લીલાં શાક આપ્યાં છે તે પ્રમાણે હવે હું તમને સઘળું બક્ષુ છું.

  3. ¶ બધાં જ શુદ્ધ પક્ષીઓ તમે ખાઈ શકો.

  4. પણ આ પક્ષીઓમાંથી તમારે ખાવાં નહિ એટલે કે, ગરુડ, ગીધ, કુરર,

  5. સમડી, બાજ તથા કલીલ તેની જુદી જાત પ્રમાણે.

  6. ¶ પ્રત્યેક જાતના કાગડા,

  7. શાહમૃગ, ચીબરી, સીગલ, તથા દરેક જાતના શકરા,

  8. ચીબરી, ઘુવડ, રાજહંસ,

  9. જળકૂકડી, ગીધ, કરઢોક;

  10. દરેક જાતનું બગલું, હંસલો તથા ચામાચીડિયું.

  11. બધાં પાંખવાળાં સર્પટિયાં તમારા માટે અશુદ્ધ છે. તે ન ખાવાય

  12. પરંતુ તમે બધાં શુદ્ધ પક્ષીઓ ખાઈ શકો.