મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1050–1010 BC

Samuel & King Saul

Israel demands a king; Samuel anoints Saul, whose disobedience leads to his rejection as God chooses a man after his own heart.

810 કલમો · 1 પુસ્તક આવરી લેવાયું

  1. 1 શમુએલ ૧૨:૩આશરે ઈ.પૂ. ૧૦૯૫

    ¶ હું આ રહ્યો; શું મેં કોઈનો બળદ લઈ લીધો છે? મેં કોઈનું ગધેડું લઈ લીધું છે? શું મેં કોઈને છેતર્યો છે? મેં કોઈનાં પર જુલમ કર્યો છે? મારી આંખો પર પાટો બાંધવા સારુ મેં કોઈનાં હાથથી લાંચ લીધી છે? જો એવું કર્યું હોય તો ઈશ્વરના અભિષિક્ત આગળ મારી વિરુદ્ધ સાક્ષી આપો અને હું તમને પાછું આપીશ.”

  2. 1 શમુએલ ૧૨:૪આશરે ઈ.પૂ. ૧૦૯૫

    ¶ તેઓએ કહ્યું, “તેં અમને ઠગ્યા નથી, અમારા પર જુલમ કર્યો નથી, કોઈ માણસનું કશું ચોર્યું નથી.”

  3. 1 શમુએલ ૧૨:૫આશરે ઈ.પૂ. ૧૦૯૫

    તેણે તેઓને કહ્યું, “ઈશ્વર તમારી સામે સાક્ષી છે, આજ તેનો અભિષિક્ત સાક્ષી છે, કે મારી પાસેથી તમને કશું મળ્યું નથી.” તેઓએ કહ્યું, “ઈશ્વર સાક્ષી છે.”

  4. 1 શમુએલ ૧૨:૬આશરે ઈ.પૂ. ૧૦૯૫

    ¶ શમુએલે લોકોને કહ્યું, “મૂસા તથા હારુનને નીમનાર તથા તમારા પિતૃઓને મિસરમાંથી કાઢી લાવનાર ઈશ્વર છે.

  5. 1 શમુએલ ૧૨:૭આશરે ઈ.પૂ. ૧૦૯૫

    હવે તમે, પોતાની જાતને ઉપસ્થિત કરો, કે ઈશ્વરે જે સર્વ ન્યાયી કામો તમારે માટે તથા તમારા પિતૃઓ માટે કર્યા, તે સર્વ વિષે ઈશ્વરની હાજરીમાં હું રજૂઆત કરું.

  6. 1 શમુએલ ૧૨:૮આશરે ઈ.પૂ. ૧૦૯૫

    ¶ યાકૂબ મિસરમાં આવ્યો અને જયારે તમારા પિતૃઓ ઈશ્વરની આગળ રડ્યા, ત્યારે ઈશ્વરે મૂસા તથા હારુનને મોકલ્યા, તે તમારા પિતૃઓને મિસરમાંથી બહાર લાવ્યા અને આ જગ્યાએ વસાવ્યા.

  7. 1 શમુએલ ૧૨:૯આશરે ઈ.પૂ. ૧૦૯૫

    પણ પિતૃઓ પોતાના પ્રભુ ઈશ્વરને વીસરી ગયા; ત્યારે તેમણે હાસોરના સૈન્યના સેનાપતિ સીસરાના હાથમાં, પલિસ્તીઓના હાથમાં, મોઆબ રાજાના હાથમાં તેઓને વેચી દીધા. તેઓ બધા તમારા પૂર્વજો સામે લડયા.

  8. 1 શમુએલ ૧૨:૧૦આશરે ઈ.પૂ. ૧૦૯૫

    ¶ પૂર્વજોએ ઈશ્વર આગળ રડીને કહ્યું, ‘અમે પાપ કર્યું છે, કેમ કે અમે ઈશ્વરને તજીને બઆલિમ તથા દેવી આશ્તારોથની સેવા કરી છે. પણ હવે અમારા શત્રુઓના હાથમાંથી અમને છોડાવો અને અમે તમારી સેવા કરીશું.

  9. 1 શમુએલ ૧૨:૧૧આશરે ઈ.પૂ. ૧૦૯૫

    તેથી ઈશ્વરે યરુબાલ, બદાન, યિફતા, શમુએલને મોકલીને ચારેગમના તમારા શત્રુઓ પર તમને વિજય અપાવ્યો, જેથી તમે સલામત રહો.

  10. 1 શમુએલ ૧૨:૧૨આશરે ઈ.પૂ. ૧૦૯૫

    ¶ જયારે તમે જોયું કે આમ્મોનીઓનો રાજા નાહાશ તમારી પર ચઢી આવ્યો, ત્યારે ઈશ્વર તમારા પ્રભુ, તમારા રાજા હતા તે છતાં તમે મને કહ્યું કે, ‘એમ નહિ,! પણ અમારા પર એક રાજા અધિકાર ચલાવે.

  11. 1 શમુએલ ૧૨:૧૩આશરે ઈ.પૂ. ૧૦૯૫

    તો હવે જે રાજાને તમે પસંદ કર્યો છે, જેને તમે માંગી લીધો છે, જેને ઈશ્વરે તમારા પર રાજા અભિષિક્ત કર્યો છે, તે અહીં છે.

  12. 1 શમુએલ ૧૨:૧૪આશરે ઈ.પૂ. ૧૦૯૫

    ¶ જો તમે ઈશ્વરનો ભય રાખશો, તેની સેવા કરશો, તેની વાણી સાંભળશો અને ઈશ્વરની આજ્ઞાઓની વિરુદ્ધ બંડ નહિ કરો, ત્યારે તમે તથા જે રાજા તમારા ઉપર રાજ કરતો હોય તે પણ તમારા પ્રભુ ઈશ્વરનો અનુયાયી થશે.

  13. 1 શમુએલ ૧૨:૧૫આશરે ઈ.પૂ. ૧૦૯૫

    પણ જો તમે ઈશ્વરની વાણી સાંભળશો નહિ, પણ ઈશ્વરની આજ્ઞાઓની વિરુદ્ધ બંડ કરશો, તો ઈશ્વરનો હાથ તમારી વિરુદ્ધ થશે, જેમ તમારા પિતૃઓની વિરુદ્ધ હતો.

  14. 1 શમુએલ ૧૨:૧૬આશરે ઈ.પૂ. ૧૦૯૫

    ¶ તો હવે ઊભા રહો અને જે મહાન કૃત્ય તમારી દ્રષ્ટિ આગળ ઈશ્વર કરશે તે તમે જુઓ.

  15. 1 શમુએલ ૧૨:૧૭આશરે ઈ.પૂ. ૧૦૯૫

    આજે ઘઉંની કાપણી નથી શું? હું ઈશ્વરને વિનંતી કરીશ, કે તે ગર્જના તથા વરસાદ મોકલે. ત્યારે તમે જાણો તથા જુઓ કે પોતાના માટે રાજા માગીને ઈશ્વરની નજરમાં તમે દુષ્ટતા કરી છે તે મોટી છે.”

  16. 1 શમુએલ ૧૨:૧૮આશરે ઈ.પૂ. ૧૦૯૫

    તેથી શમુએલે ઈશ્વરને વિનંતી કરી; તે દિવસે ઈશ્વરે ગર્જના તથા વરસાદ મોકલ્યા. ત્યારે સર્વ લોકો ઈશ્વરથી તથા શમુએલથી ભયભીત થયા.

  17. 1 શમુએલ ૧૨:૧૯આશરે ઈ.પૂ. ૧૦૯૫

    ¶ લોકોએ શમુએલને કહ્યું, “તારા સેવકોને સારુ તારા પ્રભુ ઈશ્વરને પ્રાર્થના કર કે, અમે માર્યા ન જઈએ. કેમ કે અમે અમારે સારુ રાજા માગ્યો તેથી અમારા સઘળાં પાપોમાં આ દુષ્ટતાનો ઉમેરો થયો છે.”

  18. 1 શમુએલ ૧૨:૨૦આશરે ઈ.પૂ. ૧૦૯૫

    શમુએલે કહ્યું, “બીહો મા, એ સર્વ દુષ્ટતા તમે કરી છે, પરંતુ ઈશ્વરની પાછળ ચાલવાથી ફરી જશો નહિ, પણ તમારા પૂર્ણ હૃદયથી તમે ઈશ્વરની સેવા કરો.

  19. 1 શમુએલ ૧૨:૨૧આશરે ઈ.પૂ. ૧૦૯૫

    જે નિરર્થક વસ્તુઓ કશો ફાયદો કે બચાવ કરી શકતી નથી, તે નકામી છે તેની પાછળ દોરવાશો નહિ.

  20. 1 શમુએલ ૧૨:૨૨આશરે ઈ.પૂ. ૧૦૯૫

    ¶ કેમ કે ઈશ્વર પોતાના મોટા નામને સારુ, પોતાના લોકોને તજી દેશે નહિ; કેમ કે તમને પોતાના ખાસ લોકો કરવા એ ઈશ્વરને સારું લાગ્યું છે.

  21. 1 શમુએલ ૧૨:૨૩આશરે ઈ.પૂ. ૧૦૯૫

    વળી મારા માટે, એવું ન થાય કે તમારે માટે પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ હું ઈશ્વરની વિરુદ્ધ કરું. પણ હું તમને સાચા તથા ખરા રસ્તે ચાલતા શીખવીશ.

  22. 1 શમુએલ ૧૨:૨૪આશરે ઈ.પૂ. ૧૦૯૫

    ¶ કેવળ ઈશ્વરની બીક રાખો અને સત્યતાથી તમારા પૂર્ણ હૃદયથી તેની સેવા કરો, કેમ કે જે મહાન કૃત્યો તમારે સારુ તેમણે કર્યા છે તેનો તમે વિચાર કરો.

  23. 1 શમુએલ ૧૨:૨૫આશરે ઈ.પૂ. ૧૦૯૫

    પણ જો હજી તમે દુષ્ટતા કર્યા કરશો, તો તમે તમારા રાજા સાથે નાશ પામશો.”

  24. 1 શમુએલ ૧૩:૧આશરે ઈ.પૂ. ૧૦૯૩

    ¶ શાઉલે રાજ્ય કરવા માંડ્યું ત્યારે તે ત્રીસ વર્ષનો હતો; અને તેણે બેતાળીસ વર્ષ સુધી ઇઝરાયલ પર રાજ્ય કર્યું.

  25. 1 શમુએલ ૧૩:૨આશરે ઈ.પૂ. ૧૦૯૩

    તેણે પોતાને માટે ઇઝરાયલમાંથી ત્રણ હજાર માણસોને પસંદ કર્યા. બે હજાર તેની સાથે મિખ્માશમાં તથા બેથેલ પર્વત પર હતા, જયારે એક હજાર યોનાથાન સાથે બિન્યામીનના ગિબયામાં હતા; બાકીના સૈનિકોને તેણે પોતે પોતાના તંબુએ મોકલ્યા.