Skip to content

Uzzah

8 કલમો · 3 કુટુંબના સભ્યો

આ નામે પણ ઓળખાય છે: Uzza

Uzzah નો ઉલ્લેખ કરતી કલમો

  1. ¶ તેઓએ ઈશ્વરના કોશને અબીનાદાબનું ઘર જે પર્વત પર હતું ત્યાંથી લાવ્યા અને તેને એક નવા ગાડામાં મૂક્યો. તેના દીકરાઓ, ઉઝઝા અને આહ્યો ગાડું હાંકતા હતા.

  2. ¶ જયારે તેઓ નાખોનના ખળા પાસે આવ્યા, ત્યારે બળદોએ ઠોકર ખાધી અને ઉઝઝાએ પોતાનો હાથ ઈશ્વરના કોશ તરફ લાંબો કરીને તેને પકડી રાખ્યો.

  3. ત્યારે ઈશ્વરનો કોપ ઉઝઝા પર સળગ્યો. તેના અપરાધને લીધે ઈશ્વરે તેને ત્યાં માર્યો. ઉઝઝા ઈશ્વરના કોશ આગળ મરણ પામ્યો.

  4. ¶ ઈશ્વરે ઉઝઝાને માર્યો તેથી દાઉદને ખોટું લાગ્યું અને તેણે તે જગ્યાનું નામ પેરેસ-ઉઝઝા પાડ્યું. તે જગ્યાનું નામ આજ સુધી પેરેસ-ઉઝઝા છે.

  5. ¶ તેઓએ ઈશ્વરનો કોશ નવા ગાડામાં મૂક્યો. તેઓ તે અબીનાદાબના ઘરમાંથી લઈ આવ્યા હતા. ઉઝઝા તથા આહ્યો ગાડું હાંકતા હતા.

  6. ¶ જ્યારે તેઓ કિદ્રોનની ખળી આગળ આવ્યા, ત્યારે બળદોને ઠોકર વાગી એટલે ઉઝઝાએ કોશને સંભાળવા માટે પોતાનો હાથ લંબાવીને કોશને પકડ્યો.

  7. તેથી યહોવાહનો કોપ ઉઝઝા પર સળગી ઊઠ્યો અને તેને મારી નાખ્યો. કેમ કે ઉઝઝા તે કોશને અડક્યો હતો. તે ત્યાં ઈશ્વર સમક્ષ મૃત્યુ પામ્યો.

  8. દાઉદને ઘણું ખોટું લાગ્યું કેમ કે યહોવાહે ઉઝઝાને શિક્ષા કરી હતી. તેથી તે જગ્યાનું નામ પેરેસ-ઉઝઝા પડ્યું, જે આજ સુધી તે જ નામે ઓળખાય છે.