મુખ્ય સામગ્રી પર જાઓ

God

11,427 કલમો · 2 કુટુંબના સભ્યો

God નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. આ રીતે જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને વારસા માટે આપે છે તેમાં નિર્દોષ લોકોનાં લોહી વહેવડાવામાં ન આવે, કે જેથી લોહીનો દોષ તમારા પર ન આવે.

  2. ¶ યહોવાહ તમારા ઈશ્વરે તને જે દેશ વતન માટે આપે છે, તેમાં વતનનો વારસો તમને મળે તે અગાઉના સમયમાં પૂર્વજોએ નક્કી કરેલી તમારા પડોશીઓની સરહદ હઠાવશો નહિ.

  3. ¶ તો તે બન્ને માણસોને, એટલે જેઓની વચ્ચે વિવાદ હોય તેઓએ યહોવાહ, યાજકો અને તે સમયના ન્યાયાધીશો સમક્ષ ઊભા રહેવું.

  4. ¶ જયારે તમે યુદ્ધમાં તમારા દુશ્મનો વિરુદ્ધ લડવા જાઓ, ત્યારે ઘોડાઓ, રથો અને તમારા કરતાં વધારે લોકો તમે જુએ તો તેઓથી બીશો નહિ, કેમ કે, મિસરની ભૂમિમાંથી બહાર લાવનાર યહોવાહ તમારા ઈશ્વર તમારી સાથે છે.

  5. કેમ કે તમને બચાવવા અને તમારા પક્ષે રહીને તમારા દુશ્મનો સામે જે લડવા જાય છે તે તો યહોવાહ તમારા ઈશ્વર છે.

  6. અને જ્યારે યહોવાહ તમારા ઈશ્વર તેને તમારા હાથમાં સોંપે ત્યારે તમે તેમાંના દરેક પુરુષને તલવારની ધારથી મારી નાખો.

  7. ¶ પરંતુ સ્ત્રીઓ, બાળકો, જાનવરો તથા નગરમાં જે કંઈ હોય તે, એટલે તેમાંની સર્વ લૂંટ તમે તમારે માટે લો; અને તમારા શત્રુઓની જે લૂંટ તમે તમારે સારુ લો; અને તમારા શત્રુઓની જે લૂંટ યહોવાહ તમારા ઈશ્વરે તમને આપી હોય તે તમે ખાઓ.

  8. ¶ પણ આ લોકોનાં જે નગરો યહોવાહ તમારા ઈશ્વર તમને વારસા તરીકે આપે છે. તેઓમાંના કોઈ પણ પશુંને તારે જીવતું રહેવા દેવું નહિ.

  9. પણ જેમ યહોવાહ તમારા ઈશ્વરે તમને આજ્ઞા આપી છે તેમ તમારે તેઓનો, એટલે કે હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, હિવ્વીઓ પરિઝીઓ અને યબૂસીઓનો તમારે સંપૂર્ણ નાશ કરવો.

  10. રખેને જે સર્વ અમંગળ કામો તેઓએ તેમના દેવોની પૂજામાં કર્યા છે. તે પ્રમાણે કરવાને તેઓ તમને શીખવીને યહોવાહ તમારા ઈશ્વરની સામે તમારી પાસે પાપ કરાવે.

  11. ¶ જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તેનું વતન પામવા માટે તમને આપે છે, તેમાં જો કોઈની લાશ ખેતરમાં પડેલી તમને મળી આવે અને તેને કોણે માર્યો છે તે કોઈ જાણતું ન હોય;

  12. ¶ અને યાજકો એટલે લેવીના દીકરાઓ, પાસે આવે; કેમ કે, પોતાની સેવા કરવાને તથા યહોવાહને નામે આશીર્વાદ આપવાને યહોવાહ તમારા ઈશ્વરે તેઓને પસંદ કર્યા છે. અને તેઓના કહ્યા પ્રમાણે દરેક તકરાર તથા દરેક મારનો ચુકાદો થાય.

  13. ¶ હે યહોવાહ, તમારા ઇઝરાયલી લોકો જેઓનો તમે ઉદ્ધાર કર્યો છે તેઓને તમે માફ કરો. અને તમારા ઇઝરાયલી લોકો મધ્યે નિદોર્ષના ખૂનના દોષમાંથી તેમને મુકત કરો.” અને તેઓને તેઓના ખૂનના દોષની માફી મળશે.

  14. આ રીતે યહોવાહની દૃષ્ટિમાં જે યથાર્થ છે તે કરીને તમારી મધ્યેથી તમારે નિર્દોષના લોહીથી દૂર રહેવું.

  15. ¶ જયારે તમે તમારા શત્રુઓની સાથે યુદ્ધમાં જાઓ અને યહોવાહ તમારા ઈશ્વર તેઓને તમારા હાથમાં સોંપે.

  16. તેનો મૃતદેહ આખી રાત ઝાડ પર લટકતો ન રહે, તે જ દિવસે તારે તેને દફનાવી દેવો, કેમ કે લટકાવેલા માણસ ઈશ્વરથી શાપિત છે. આ આજ્ઞા પાળો જેથી જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને વારસા તરીકે આપે છે તેને તમે અશુદ્ધ કરશો નહિ.

  17. ¶ સ્ત્રીએ પુરુષનાં વસ્ત્રો પહેરવાં નહિ, તેમ જ પુરુષે સ્ત્રીનાં વસ્ત્રો પહેરવાં નહિ; કેમ કે, જે કોઈ એવું કામ કરે છે તે યહોવાહ તમારા ઈશ્વરને ઘૃણાસ્પદ લાગે છે.

  18. ¶ જો કોઈ વ્યક્તિના વૃષણ ઘાયલ થયાં હોય અથવા જેની જનનેન્દ્રિય કાપી નાખવામાં આવી હોય, તેને યહોવાહની સભામાં દાખલ થવા દેવો નહિ.

  19. વ્યભિચારથી જન્મેલો યહોવાહની સભામાં પ્રવેશ ન કરે; તેઓની છેક દસ પેઢી સુધી તેઓનું કોઈ પણ યહોવાહની સભામાં પ્રવેશ કરે નહિ.

  20. ¶ આમ્મોની કે મોઆબી અથવા દસ પેઢી સુધી તેઓનું કોઈ પણ યહોવાહની સભામાં દાખલ થાય નહિ.

  21. ¶ પરંતુ યહોવાહ તમારા ઈશ્વરે બલામની વાત સાંભળી નહિ પણ યહોવાહ તમારા ઈશ્વરે તમારે માટે શાપને બદલીને આશીર્વાદ આપ્યો. કારણ કે યહોવાહ તમારા ઈશ્વર તમારા પર પ્રેમ રાખતા હતા.

  22. તેઓની ત્રીજી પેઢીનાં છોકરા જે તેઓને જન્મ્યાં તેઓ યહોવાહની સભામાં પ્રવેશ કરી શકે.

  23. આમ કરવાથી યહોવાહ તમારા ઈશ્વર તમારું રક્ષણ કરવા તથા શત્રુઓને તમારા હાથમાં સોંપવાને તમારી છાવણીમાં ફરે છે. માટે તમારી છાવણી શુદ્વ રહે. વળી તમારામાં કોઈ અશુદ્ધ વસ્તુ જોઈને તે તમારાથી દૂર જતા રહે નહિ.

  24. સ્ત્રી અથવા પુરુષ વેશ્યાની કમાણીને માનતા ઉતારવા માટે યહોવાહ તમારા ઈશ્વરના ઘરમાં લાવવા નહિ; કારણ કે એ બન્ને કમાણીને યહોવાહ તમારા ઈશ્વર ધિક્કારે છે.

  25. પરંતુ પરદેશીને વ્યાજે આપવાની છૂટ છે. પણ તમારા ઇઝરાયલી ભાઈઓ પાસે વ્યાજ લેવું નહિ, તેથી જે દેશનું વતન પામવા તમે જાઓ છો. તેમાં જે કશામાં તમે હાથ લગાડો તેમાં યહોવાહ તમારા ઈશ્વર આશીર્વાદ આપે.