મુખ્ય સામગ્રી પર જાઓ

God

11,427 કલમો · 2 કુટુંબના સભ્યો

God નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. શું ગુપ્ત સ્થાનોમાં કોઈ મારાથી પોતાને સંતાડી શકે છે કે હું તેને નહિ જોઉં?” એવું યહોવાહ કહે છે. “શું હું આકાશ તથા પૃથ્વીમાં સર્વત્ર હાજર નથી?” એમ યહોવાહ કહે છે.

  2. ¶ ‘મને સ્વપ્ન આવ્યું છે! મને સ્વપ્ન આવ્યું છે!’ એવા જે પ્રબોધકો મારા નામે ખોટો પ્રબોધ કરે છે. તેઓએ જે કહ્યું તે મેં સાભળ્યું છે;

  3. જેમ તેમના પિતૃઓ બઆલને કારણે મારું નામ વીસરી ગયા હતા તેમ તેઓ એકબીજાને સ્વપ્નોની વાત કહીને તેઓ વડે મારા લોકની પાસે મારું નામ ભુલાવી દેવાની કોશિશ કરે છે.

  4. ¶ જે પ્રબોધકને સ્વપ્ન આવ્યું હતું તે ભલે સ્વપ્ન પ્રગટ કરે. અને જેને મેં કંઈક પ્રગટ કર્યું છે તે ભલે મારાં વચન સત્યતાથી બોલે. ઘઉંની તુલનામાં પરાળની શી કિંમત?” એમ યહોવાહ કહે છે.

  5. યહોવાહ એમ કહે છે કે, “શું મારું વચન અગ્નિ સમાન નથી? તથા “ખડકના ચૂરેચૂરા કરનાર હથોડા જેવું નથી?

  6. તે માટે યહોવાહ કહે છે, જુઓ, “જે પ્રબોધકો મારા વચનો એકબીજાની પાસેથી ચોરી લે છે તેઓની વિરુદ્ધ હું છું.”

  7. યહોવાહ કહે છે કે, જુઓ, જે પ્રબોધકો પોતાની વાણીને મારી વાણી તરીકે ખપાવે છે. “અને તેઓની જીભ વાપરીને બોલે છે. તેઓની વિરુદ્ધ હું છું.”

  8. જુઓ, હું તે બધા પ્રબોધકોની વિરુદ્ધમાં છું તેઓનાં સ્વપ્નો કેવળ નિર્લજ્જ જૂઠાણાં છે.” એમ યહોવાહ કહે છે. “અને જેઓ મારા લોકોને જૂઠાણાં દ્વારા અને મોટી મોટી વાતો દ્વારા પાપમાં દોરી જાય છે. તેઓને મેં મોકલ્યા નથી. અને તેઓને મેં કોઈ આજ્ઞા પણ આપી નથી. તેઓ આ લોકને બિલકુલ હિતકારક થશે નહિ” એમ યહોવાહ કહે છે.

  9. ¶ “જ્યારે આ લોક કે કોઈ પ્રબોધક અથવા કોઈ યાજક તેઓમાંથી કોઈ તને પૂછે કે, ‘યહોવાહની વાણી કઈ છે?’ ત્યારે તારે જવાબ આપવો કે, કઈ ઈશ્વરવાણી! યહોવાહ કહે છે કે હું તમને કાઢી મૂકીશ.’

  10. વળી આ યહોવાહની ઈશ્વરવાણી છે એવું જો કોઈ પ્રબોધક, યાજક કે કોઈ લોક કહેશે, તો હું તેને અને તેનાં કુટુંબને શિક્ષા કરીશ.

  11. ¶ ‘યહોવાહે શો ઉત્તર આપ્યો છે?’ અથવા ‘યહોવાહ શું બોલ્યા છે?’ એવું તમારે પોતપોતાના પડોશી અને ભાઈને કહેવું જોઈએ.

  12. યહોવાહની વાણી એમ તમારે ક્યારે પણ બોલવું નહિ, કેમ કે દરેકનું વચન તે જ પોતાની ઈશ્વરવાણીરૂપ થશે. કેમ કે જીવતા ઈશ્વર એટલે સૈન્યોના યહોવાહ જે આપણા ઈશ્વર છે. તેમનાં વચનો તમે સાંભળ્યાં નથી.

  13. ¶ પ્રબોધકોને તારે આ કહેવું કે; ‘યહોવાહે તને શો ઉત્તર આપ્યો? યહોવાહે તમને શું કહ્યું છે?’

  14. પણ યહોવાહની વાણી એમ તમે જો બોલશો તો યહોવાહ કહે છે કે; યહોવાહની ઈશ્વરવાણી ‘એમ તમારે બોલવું નહિ, એમ મેં તમને કહ્યું છે. છતાં “તમે યહોવાહની ઈશ્વરવાણી એવું કહેતા જાઓ છો,’

  15. તેથી જુઓ, હું તમને છેક વીસરી જઈશ. પછી જે નગર મેં તમને અને તમારા પિતૃઓને આપ્યું તેઓને હું મારી નજર સમક્ષથી કરીશ.

  16. અને જે કદી ભુલાય નહિ એવી નામોશી અને નિરંતર નિંદા તથા સતત અપમાન હું તમારા પર લાવીશ.”

  17. ¶ યહૂદિયાના રાજા યહોયાકીમના દીકરા યકોન્યાને, યહૂદિયાના અધિકારીઓને, કારીગરોને તથા લુહારોને બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યરુશાલેમથી બંદીવાન બનાવીને લઈ ગયો, ત્યારબાદ જુઓ, યહોવાહના સભાસ્થાનની સામે બહાર મૂકેલી અંજીરની બે ટોપલીઓ યહોવાહે મને દેખાડી.

  18. પછી યહોવાહે મને કહ્યું, “યર્મિયા તું શું જુએ છે?” મેં ઉત્તર આપ્યો, હું તો અંજીરો જોઉં છું, તેમાંનાં કેટલાક બહુ સારાં છે અને કેટલાંક ખૂબ જ બગડી ગયા છે, તે એટલાં ખરાબ છે કે ખવાય પણ નહિ.”

  19. ¶ પછી યહોવાહનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું અને કહ્યું કે,

  20. “યહોવાહ ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે કે; “યહૂદિયામાંથી જે લોકો બંદીવાસમાં ગયા છે. જેમને મેં અહીંથી ખાલદીઓના દેશમાં મોકલ્યા છે તેઓને હું આ સારાં અંજીર જેવા માનું છું.

  21. કેમ કે તેઓનું હિત કરવા સારુ હું મારી નજર તેઓની પર રાખીશ. અને તેઓને ફરીથી આ દેશમાં પાછા લાવીશ. હું તેઓને બાંધીશ અને પાડી નાખીશ નહિ, હું તેઓને રોપીશ અને તેઓને ઉખેડી નાખીશ નહિ.

  22. જ્યારે તેઓ પૂરા દિલથી મારી પાસે પાછા આવશે. ત્યારે મને ઓળખનારું, એટલે યહોવાહ હું તે છું, એવું ઓળખનારું હૃદય હું તેમને આપીશ. અને તેઓ મારા લોકો થશે અને હું તેઓનો ઈશ્વર થઈશ.

  23. ¶ યહોવાહ એમ કહે છે કે, જેમ અંજીરો બગડી ગયાં, ખવાય નહિ એટલે સુધી બગડી ગયાં છે’ “તેમની પેઠે યહૂદિયાનો રાજા સિદકિયા તેના અધિકારીઓ અને યરુશાલેમમાંના બાકી રહેલા લોક જેઓ આ દેશમાં જ રહે છે કે જેઓ મિસરમાં રહે છે તેઓને હું તજી દઈશ.

  24. હું તે લોકોને ભયંકર સજા કરીશ તેઓ ત્રાસ પામીને પૃથ્વીનાં સઘળાં રાજ્યોમાં અહીંતહીં રઝળતા ફરશે. એ માટે હું તેઓને તજી દઈશ. જે જગ્યાઓમાં હું તેઓને હાંકી કાઢીશ ત્યાં સર્વત્ર તેઓ નિંદા, મહેણાં, હાંસી તથા શાપરૂપ બનશે. ત્યાં લોકો તેઓને શાપ આપશે.

  25. જે ભૂમિ મેં તેઓને અને તેઓના પિતૃઓને આપી હતી. તે ભૂમિ પરથી તેઓ નાશ થાય ત્યાં સુધી હું તેઓના પર તલવાર, દુકાળ અને મરકી મોકલીશ.