મુખ્ય સામગ્રી પર જાઓ

God

11,427 કલમો · 2 કુટુંબના સભ્યો

God નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. અમે ઈશ્વરની સહાયથી પરાક્રમો કરીશું; તે જ અમારા શત્રુઓને કચડી નાખશે.

  2. હે મારા સ્તુતિના ઈશ્વર, તમે શાંત ન રહો.

  3. મારા શત્રુનો સામનો કરવા માટે એક દુષ્ટ માણસને નિયુક્ત કરો; તેને જમણે હાથે કોઈ અપ્રામાણિકને ઊભો રાખો.

  4. તેના પિતૃઓનાં પાપ યહોવાહને યાદ રહો; અને તેની માતાનું પાપ માફ કરવામાં ન આવો.

  5. તેનાં પાપો નિત્ય યહોવાહની નજરમાં રહો; યહોવાહ તેનું નામ પૃથ્વી પરથી ઉખેડી નાખે.

  6. જેઓ મારા શત્રુ છે અને જેઓ મારા આત્માની વિરુદ્ધ બોલનાર છે, તેઓને યહોવાહ તરફથી આવો બદલો મળો.

  7. હે યહોવાહ, મારા પ્રભુ, તમે તમારા નામની ખાતર મારા માટે લડો. કેમ કે તમારી કૃપા ઉત્તમ છે, મારો બચાવ કરો.

  8. હે યહોવાહ મારા ઈશ્વર, મને મદદ કરો; તમારી કૃપા પ્રમાણે મારો બચાવ કરો.

  9. તેઓ જાણે કે આ તમે કર્યું છે, હે યહોવાહ, તમે જ આ કર્યું છે,

  10. જો તેઓ મને શાપ આપે, તો કૃપા કરી તેમને આશીર્વાદ આપજો; જ્યારે તેઓ હુમલો કરે, ત્યારે તેઓ શરમાઈ જાઓ, પણ તમારો સેવક આનંદ કરે.

  11. હું વારંવાર યહોવાહનો આભાર માનીશ; હું ઘણા લોકોમાં તેમની સ્તુતિ ગાઈશ.

  12. કારણ કે દરિદ્રીના આત્માને અપરાધી ઠરાવનારાઓથી ઉદ્ધાર આપવાને માટે યહોવાહ તેને જમણે હાથે ઊભા રહેશે.

  13. યહોવાહે મારા પ્રભુને કહ્યું, “જ્યાં સુધી હું તારા દુશ્મનોને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.”

  14. યહોવાહે કહ્યું, “સિયોનમાંથી તમારા સામર્થ્યનો રાજદંડ પકડો; તારા શત્રુઓ પર રાજ કર.

  15. તારા લોકો તારા યુદ્ધને દિવસે તારી સાથે જોડાવા ઇચ્છશે પવિત્રતાની સુંદરતા પહેરીને અને મળસકાના ગર્ભસ્થાનમાંથી નીકળીને તમે આવો; તારી યુવાવસ્થાનું જોર તને દોરે છે.

  16. યહોવાહે સમ ખાધા છે અને તે બદલશે નહિ: તમે મલ્ખીસદેકના ધોરણે, સદાને માટે યાજક છો.”

  17. પ્રભુ તમારે જમણે હાથે છે. તે પોતાના કોપને દિવસે રાજાઓને મારી નાખશે.

  18. યહોવાહની સ્તુતિ કરો. ન્યાયીઓની સભામાં અને મંડળીઓમાં હું ખરા હૃદયથી યહોવાહની આભારસ્તુતિ કરીશ.

  19. યહોવાહનાં કાર્યો મહાન છે, જે બાબતો તેઓ ઇચ્છે છે તેની તેઓ આતુરતાપૂર્વક રાહ જુએ છે.

  20. તેમનાં કાર્યો તેજસ્વી અને મહિમાવંત છે અને તેમનું ન્યાયીપણું સદાકાળ ટકે છે.

  21. તેમણે પોતાના ચમત્કારી કાર્યોથી પોતાને માટે સ્મારક કર્યું છે; યહોવાહ દયાળુ તથા કૃપાથી ભરપૂર છે.

  22. તે પોતાના અનુયાયીઓને ખોરાક પૂરો પાડે છે. તે પોતાના કરારનું હંમેશાં સ્મરણ રાખશે.

  23. વિદેશીઓનો વારસો પોતાના લોકોને આપીને તેમણે તેઓને પોતાનાં અદ્દભુત કાર્યોનું પરાક્રમ બતાવ્યું છે.

  24. તેમના હાથનાં કામ સત્ય અને ન્યાયી છે; તેમની સર્વ આજ્ઞાઓ વિશ્વસનીય છે.

  25. તેમણે પોતાના લોકોને વિજય આપ્યો છે; પોતાનો કરાર સદાકાળ માટે ફરમાવ્યો છે; તેમનું નામ પવિત્ર અને ભયાવહ છે.