મુખ્ય સામગ્રી પર જાઓ
નીતિવચનો ૩:૨૧-૨૬

જ્ઞાન સુરક્ષા અને શાંતિ આપે છે

નીતિવચનો ૩:૨૧-૨૬
૨૧
મારા દીકરા, સુજ્ઞાન તથા વિવેકબુદ્ધિ પકડી રાખ, તેઓને તારી નજર આગળથી દૂર થવા ન દે.
૨૨
તો તેઓ તારા આત્માનું જીવન અને તારા ગળાની શોભા થશે.
૨૩
પછી તું તારા માર્ગમાં સુરક્ષિત જઈ શકીશ અને તારો પગ ઠોકર ખાઈને લથડશે નહિ.
૨૪
જ્યારે તું ઊંઘી જશે, ત્યારે તને કોઈ ડર લાગશે નહિ; જ્યારે તું સૂઈ જશે, ત્યારે તને મીઠી ઊંઘ આવશે.
૨૫
જ્યારે આકસ્મિક ભય આવી પડે અથવા દુષ્ટ માણસોની પાયમાલી થાય ત્યારે તું ગભરાઈશ નહિ.
૨૬
કેમ કે યહોવાહ તારી સાથે રહેશે અને તારા પગને સપડાઈ જતાં બચાવશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options