Skip to content
માર્ક ૧:૩૫-૩૯

માર્ક ૧:૩૫-૩૯

૩૫
સવારે અજવાળું થતાં પહેલાં ઘણાં વહેલા ઊઠીને ઈસુ બહાર ગયા; અને ઉજ્જડ જગ્યાએ જઈને તેમણે ત્યાં પ્રાર્થના કરી.
૩૬
સિમોન તથા જેઓ તેમની સાથે હતા, તેઓ તેમની શોધમાં નીકળ્યા;
૩૭
અને તેઓ તેમને મળીને કહે છે કે, ‘બધા તમને શોધે છે.’”
૩૮
તે તેઓને કહે છે કે, ‘આપણે પાસેના ગામોમાં જઈએ કે, હું ત્યાં પણ ઉપદેશ આપું; કેમ કે એ જ માટે હું આવ્યો છું.’”
૩૯
આખા ગાલીલમાં તેઓનાં સભાસ્થાનોમાં જઈને તેઓ ઉપદેશ આપતા અને દુષ્ટાત્માઓને કાઢતાં હતા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options