Skip to content
યહોશુઆ ૧૭:૧૨-૧૮

યહોશુઆ ૧૭:૧૨-૧૮

૧૨
પણ હજી સુધી મનાશ્શાના પુત્રો તે નગરોને કબજે કરી શક્યા નહિ અને મૂળ રહેવાસીઓને કાઢી મૂકી શકયા નહિ એટલે કનાનીઓ આ દેશમાં રહ્યા.
૧૩
જયારે ઇઝરાયલના લોકો મજબૂત થતાં ગયા, તેઓએ કનાનીઓને પાસે ભારે મજૂરી કરાવી, પણ તેઓને દૂર કરી શકયા નહિ.
૧૪
પછી યૂસફના વંશજોએ યહોશુઆને કહ્યું, “યહોવાહનો આશીર્વાદના કારણે અમે વસ્તીમાં વિશેષ વૃદ્ધિ પામ્યા છીએ. તેમ છતાં તમે અમને વારસામાં ફક્ત એક જ દેશ અને એક જ ભાગ કેમ સોંપ્યો છે?”
૧૫
યહોશુઆએ તેઓને કહ્યું, “જો તમે વસ્તીમાં વિશાળ પ્રજા છો, તો તમે પોતે પોતાની રીતે ઉપર તરફ વનમાં જાઓ અને ત્યાં પરિઝીઓના અને રફાઈઓના દેશમાં પોતાને માટે જમીન તૈયાર કરો. કેમ કે એફ્રાઇમનો પહાડી પ્રદેશ તમારા માટે ઘણો સાંકડો છે.
૧૬
યૂસફના વંશજોએ કહ્યું, “પહાડી પ્રદેશ અમારે માટે પૂરતો નથી અને સર્વ કનાનીઓ જેઓ ખીણના પ્રદેશમાં રહે છે, તેઓની પાસે જે બેથ-શેઆન અને તેનાં ગામડાંઓમાં અને યિઝ્રએલની ખીણમાં રહેનારાઓની પાસે તો લોખંડના રથો છે.”
૧૭
ત્યારે યહોશુઆએ યૂસફના પુત્રો એફ્રાઇમને તથા મનાશ્શાને કહ્યું, “તમે એક મોટી પ્રજા ઘણાં પરાક્રમી છો. તેથી તને માત્ર દેશનો એક જ ભાગ મળશે એવું નથી.
૧૮
પરંતુ પહાડી પ્રદેશ પણ તારો થશે. તે જંગલ છે છતાં તું તેને કાપી નાખશે અને તેની દૂરની સરહદો સુધી કબજો કરશે. જેઓની પાસે લોખંડના રથો છે એ કનાનીઓ બળવાન છે એ ખરું તો પણ તું તેઓને કાઢી મૂકી શકીશ.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options