હોશિયા ૬:૭-૧૧
૭
તેઓએ આદમની જેમ મારા કરારનું ઉલ્લંઘન કર્યું છે; તેઓ મારી સાથે અવિશ્વાસુ રહ્યા છે.
૮
ગિલ્યાદ દુષ્કર્મીઓનું નગર છે, રક્તના નિશાનથી ભરેલું છે.
૯
જેમ લૂંટારાઓનાં ટોળાં કોઈની રાહ જુએ છે, તેમ યાજકોનું ટોળું શખેમના રસ્તા પર લોકોનું ખૂન કરે છે; તેઓએ શરમજનક અપરાધો કર્યા છે.
૧૦
ઇઝરાયલ લોકોમાં મેં ભયાનક બાબત જોઈ છે; ત્યાં એફ્રાઇમમાં વ્યભિચાર જોવા મળ્યો છે, ઇઝરાયલ ભ્રષ્ટ થયો છે.
૧૧
હે યહૂદિયા, જ્યારે હું મારા લોકોને ગુલામગીરીમાંથી પાછા લાવીશ, ત્યારે તારા માટે કાપણી ઠરાવેલી છે.
Settings