Skip to content
નિર્ગમન ૨૫:૨૩-૩૦

દર્શનની રોટલીના મેજ અંગેની સૂચનાઓ

નિર્ગમન ૨૫:૨૩-૩૦
૨૩
વળી તું બાવળના લાકડાંનું બે હાથ લાંબું, એક હાથ પહોળું અને દોઢ હાથ ઊંચું એવું એક મેજ બનાવજે.
૨૪
તું તેને શુદ્ધ સોનાથી મઢજે અને તેને ફરતી સોનાની કિનારી લગાડજે.
૨૫
તું તેને ફરતી ચાર આંગળની કોર બનાવજે અને કોરની આસપાસ સોનાની કિનારી બનાવજે.
૨૬
તેને માટે સોનાનાં ચાર કડાં બનાવીને તું તેમને તેના ચાર પાયાના ચાર ખૂણામાં જડી દેજે.
૨૭
મેજ ઊંચકવાના દાંડાની જગ્યા થાય માટે કડાં કિનારની પાસે મૂકવાં.
૨૮
મેજ ઊંચકવા માટે બાવળના દાંડા બનાવજે અને તેને સોનાથી મઢજે.
૨૯
મેજ માટે વાસણો બનાવજે; એટલે થાળીઓ, ચમચીઓ, કડછીઓ અને પેયાર્પણને માટે વાટકા બનાવ. તું તેમને ચોખ્ખા સોનાનાં બનાવજે.
૩૦
તું સદા મારી આગળ મેજ પર અર્પેલી રોટલી રાખજે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options