Skip to content
પુનર્નિયમ ૨૫:૮-૧૯

પુનર્નિયમ ૨૫:૮-૧૯

૮
ત્યારે નગરના વડીલો તેને બોલાવીને તેને કહે. પણ કદાચ તે આગ્રહ કરીને કહે, “હું તેને લેવા ઇચ્છતો નથી.”
૯
તો પછી તેના ભાઈની પત્ની વડીલોની હાજરીમાં તેની પાસે જાય, તેના પગમાંથી તેના ચંપલ કાઢી નાખીને તેના મુખ પર થૂંકે. તે તેને જવાબ આપીને કહે, “જે માણસ પોતાના ભાઈનું ઘર બાંધવા ઇચ્છતો નથી તેના આવા જ હાલ થાય.”
૧૦
ઇઝરાયલમાં તેનું નામ આ રાખવામાં આવે, “જેના ચંપલ કાઢી લેવાયાં હતાં તેનું કુટુંબ.”
૧૧
જો કોઈ માણસો એકબીજાની સાથે ઝઘડો કરતા હોય અને તેઓમાંના કોઈ એકની સ્ત્રી પોતાના પતિને મરનારના હાથમાંથી છોડાવવાને જાય અને હાથ લાંબો કરીને તેના શરીરના ખાનગી ભાગને પકડે,
૧૨
તો તમારે તે સ્ત્રીનો હાથ કાપી નાખવો; તમારી આંખ તેના પર દયા ન લાવે.
૧૩
તમારે તમારી થેલીમાં જુદા જુદા માપનાં કાટલાં એટલે કે એક હલકું અને બીજું ભારે એમ ન રાખવાં.
૧૪
વળી તમારા ઘરમાં અનેક તરેહના માપ એટલે એક મોટું અને બીજું નાનું એમ ન રાખો.
૧૫
તમારે સાચું અને પ્રમાણિત વજન તથા માપ રાખવું જેથી યહોવાહ તમારા ઈશ્વર જે દેશ તમને આપે છે તેમાં તમે લાંબુ આયુષ્ય ભોગવો.
૧૬
જે કોઈ વ્યક્તિ એવાં કામ કરે છે એટલે જેઓ અન્યાય કરે છે. તે સર્વ યહોવાહ તમારા ઈશ્વરને ધિક્કારપાત્ર લાગે છે.
૧૭
તમે જયારે મિસરથી આવતા હતા ત્યારે અમાલેકે જે કર્યું તે તમે યાદ કરો;
૧૮
તમે બેહોશ અને થાકેલાં હતા ત્યારે માર્ગમાં તે તમને મળ્યો. અને જે અબળો તારી પાછળ હતા તેઓના સર્વ પર આક્રમણ તેણે કર્યુ; અને ઈશ્વરનો પણ તેને ડર લાગ્યો નહિ.
૧૯
તેથી યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશ વારસા તથા વતન તરીકે આપે છે તેમાં તે તમારી આસપાસના શત્રુઓથી તમને રાહત આપે ત્યારે એમ થાય કે તમે આકાશ તળેથી અમાલેકનું નામોનિશાન નષ્ટ કરી નાખવાનું તમે ભૂલશો નહિ.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0

Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options