Skip to content
દારિયેલ ૧:૩-૯

દારિયેલ ૧:૩-૯

૩
રાજાએ પોતાના મુખ્ય અધિકારી આસ્પનાઝને કહ્યું, “તારે કેટલાક રાજવંશી તથા અમીર કુટુંબોના ઇઝરાયલી જુવાનોને લાવવા.
૪
એ જુવાનોમાં કશી ખોડખાંપણ ન હોય, તેઓ ઉણપ વગરનાં, દેખાવમાં મનોહર, સર્વ બાબતમાં ડહાપણ, વિદ્યાપારંગત, વિજ્ઞાનમાં પ્રવીણ, રાજાના મહેલમાં રહેવાને લાયક હોય. તેઓને તારે ખાલદીઓની ભાષા તથા વિદ્યા શીખવવી.
૫
રાજાએ તેઓને માટે પોતાની વાનગીઓમાંથી તથા પીવાના દ્રાક્ષારસમાંથી તેઓને માટે રોજનો હિસ્સો ઠરાવી આપ્યો. ત્રણ વર્ષ સુધી તેઓનું પોષણ કરાય અને તે પછી, તેઓ રાજા સમક્ષ હાજર થાય, એવો નિર્ણય કરાયો.
૬
આ જુવાનોમાં યહૂદાના કુળના દાનિયેલ, હનાન્યા, મીશાએલ તથા અઝાર્યા હતા.
૭
મુખ્ય ખોજાએ તેઓને નામ આપ્યાં: તેણે દાનિયેલનું નામ બેલ્ટશાસ્સાર, હનાન્યાનું નામ શાદ્રાખ, મીશાએલનું નામ મેશાખ તથા અઝાર્યાનું નામ અબેદ-નગો પાડ્યાં.
૮
દાનિયેલે પોતાના મનમાં નક્કી કર્યું કે, તે રાજાના ભોજનથી તથા જે દ્રાક્ષારસ તે પીએ છે તેનાથી પોતાને ભ્રષ્ટ કરશે નહિ. તેથી તેણે મુખ્ય ખોજા પાસે પોતાને ભ્રષ્ટ ન કરવાની પરવાનગી માગી.
૯
હવે ઈશ્વરની કૃપાથી દાનિયેલ ઉપર મુખ્ય ખોજાની કૃપાદ્રષ્ટિ થઈ. તેણે તેના પર કૃપા કરી.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options