Skip to content
1 શમુએલ ૩૦:૮-૧૯

1 શમુએલ ૩૦:૮-૧૯

૮
દાઉદે પ્રાર્થના કરીને ઈશ્વરને પૂછ્યું, “જો હું ટુકડીની પાછળ પડું, તો શું હું તેઓને પકડી પાડી શકું?” ઈશ્વરે તેને ઉત્તર આપ્યો, “પાછળ લાગ, કેમ કે નિશ્ચે તું તેઓને પકડી પાડશે અને ચોક્કસ તું બધું જ પાછું મેળવશે.”
૯
તેથી દાઉદ તથા તેની સાથેના છસો માણસો બસોરના નાળાં આગળ પહોંચ્યા, ત્યાં કેટલાક પાછળ પડી ગયેલાઓ થોભ્યા.
૧૦
પણ દાઉદે તથા ચારસો માણસોએ પીછો કરવાનું ચાલુ રાખ્યું; કેમ કે બાકીના બસો માણસો એટલા કમજોર હતા કે તેઓ બસોર નાળું ઊતરી શક્યા નહિ તેથી તેઓ પાછળ રહી ગયા.
૧૧
તેઓને ખેતરમાં એક મિસરી પુરુષ મળ્યો તેઓ તેને દાઉદની પાસે લાવ્યા; તેઓએ તેને રોટલી આપી અને તેણે ખાધી; તેઓએ તેને પાણી પીવાને આપ્યું;
૧૨
અને તેઓએ તેને અંજીરના ચકતામાંથી એક ટુકડો તથા સૂકી દ્રાક્ષાની બે લૂમો આપી. તેણે ખાધું એટલે તેનામાં તાકાત આવી, કેમ કે તેણે ત્રણ દિવસ તથા ત્રણ રાત દરમ્યાન કશું ખાધું ન હતું; કે પાણી પણ પીધું ન હતું.
૧૩
દાઉદે તેને કહ્યું, “તું કોના તાબાનો છે? તું ક્યાંથી આવ્યો છે?” તેણે કહ્યું, “હું મિસરનો એક જુવાન છું, એક અમાલેકીનો ચાકર છું; મારા માલિકે મને ત્યજી દીધો છે. કેમ કે ત્રણ દિવસ અગાઉ હું બીમાર પડ્યો હતો.
૧૪
અમે કરેથીઓના દક્ષિણ ભાગ ઉપર, યહૂદિયાના દેશ ઉપર, કાલેબના દક્ષિણ ભાગ પર સવારી કરી અને સિકલાગને અમે આગથી બાળી નાખ્યું.”
૧૫
દાઉદે તેને કહ્યું, “શું તું મને તે ટુકડી પાસે લઈ જઈશ?” મિસરીએ કહ્યું, “તું ઈશ્વરના સોગન ખા કે તું મને મારી નહિ નાખે. અથવા મારા માલિકના હાથમાં મને સોંપી નહિ દે. તો હું તને તે ટુકડી પાસે લઈ જાઉં.”
૧૬
તે મિસરી દાઉદને ત્યાં લઈ ગયો. તે લોકો મેદાનનાં સર્વ ભાગમાં પ્રસરાઈ ગયા હતા, તેઓ ખાતા, પીતા તથા મિજબાની ઉડાવતા હતા, કેમ કે તેઓએ પલિસ્તીઓના દેશમાંથી તથા યહૂદિયાના દેશમાંથી પુષ્કળ લૂંટ મેળવી હતી.
૧૭
દાઉદે તેઓ પર પ્રાતઃકાળથી તે બીજા દિવસની સાંજ સુધી હુમલો કર્યો. જે ચારસો જુવાનો ઊંટો પર બેસીને નાસી ગયા તે સિવાય તેઓમાંનો એકે બચ્યો નહિ.
૧૮
જે સઘળું અમાલેકીઓ લઈ ગયા હતા તે દાઉદે પાછું મેળવ્યું; અને દાઉદે પોતાની બન્ને પત્નીઓને મુક્ત કરાવી.
૧૯
નાનું કે મોટું, દીકરા કે દીકરીઓ, જે કંઈ તેઓ લૂંટી ગયા હતા, તે સર્વ તેઓને પાછું મળ્યા વગર રહ્યું નહિ. દાઉદ બધું જ પાછું લાવ્યો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options