Skip to content
1 શમુએલ ૨૬:૫-૧૨

દાઉદ શાઉલની છાવણીમાં પ્રવેશે છે

1 શમુએલ ૨૬:૫-૧૨
દાઉદ ઊઠીને જ્યાં શાઉલે છાવણી નાખી હતી તે જગ્યાએ આવ્યો; શાઉલ તથા તેના સેનાપતિ નેરનો દીકરો આબ્નેર સૂતા હતા તે જગ્યા દાઉદે જોઈ. શાઉલ ગાડાંના કોટને ઓથે સૂતો હતો અને લોકો તેની આસપાસ છાવણી નાખી પડેલા હતા.
ત્યારે દાઉદે અહીમેલેખ હિત્તીને, સરુયાના દીકરા અબિશાયને, યોઆબના ભાઈને કહ્યું, “મારી સાથે છાવણીમાં શાઉલ સામે કોણ ઉતરશે?” અબીશાયે કહ્યું, “હું તારી સાથે નીચે ઊતરીશ.”
તેથી દાઉદ તથા અબિશાય રાતે સૈન્ય પાસે આવ્યા. અને ત્યાં શાઉલ છાવણીની અંદર સૂતેલો હતો, તેનો ભાલો તેના માથાની બાજુએ ભોંયમાં ખોસેલો હતો. આબ્નેર તથા તેના સૈનિકો તેની આસપાસ સૂતેલા હતા.
ત્યારે અબિશાયે દાઉદને કહ્યું, “ઈશ્વરે આજે તારા શત્રુને તારા હાથમાં સોંપ્યો છે. તો કૃપા કરી મને ભાલાના એક ઘાથી તેને ભોંય ભેગો કરવા દે. તેને બીજા ઘાની જરૂર નહિ પડે.”
દાઉદે અબિશાયને કહ્યું, “તેને મારી નાખીશ નહિ. કેમ કે ઈશ્વરના અભિષિક્તની વિરુદ્ધ પોતાના હાથ ઉગામીને કોણ નિર્દોષ રહી શકે?”
૧૦
દાઉદે કહ્યું” જીવતા ઈશ્વરના સમ, ઈશ્વર તેને મારશે અથવા તેનો મોતનો દિવસ આવશે અથવા તો તે લડાઈમાં નાશ પામશે.
૧૧
ઈશ્વર એવું ન થવા દો કે હું મારો હાથ ઈશ્વરના અભિષિક્તની વિરુદ્ધ ઉગામું પણ હવે, તને આજીજી કરું છું, તેના માથા પાસેનો ભાલો તથા પાણીનું પાત્ર લઈ લે. અને પછી જઈએ.”
૧૨
તેથી દાઉદે ભાલો તથા પાણીનું પાત્ર શાઉલના માથા પાસેથી લઈ લીધાં અને તેઓ ત્યાંથી જતા રહ્યા. કોઈએ તે વિશે જોયું નહિ કે જાણ્યું નહિ, કોઈ જાગ્યો નહિ; કેમ કે ઈશ્વરે તેમને ગાઢ નિદ્રામાં નાખ્યા હતા.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options