Skip to content
1 કાળવ્રત્તાંત ૮:૨૯-૩૮

1 કાળવ્રત્તાંત ૮:૨૯-૩૮

૨૯
ગિબ્યોનનો પિતા યેઈએલ ગિબ્યોનમાં રહેતો હતો. તેની પત્નીનું નામ માકા હતું.
૩૦
તેના દીકરાઓ; જયેષ્ઠ દીકરો આબ્દોન અને સૂર, કીશ, બઆલ, નાદાબ,
૩૧
ગદોર, આહ્યો તથા ઝેખેર.
૩૨
યેઈએલનો બીજો દીકરો મિકલોથ. તેનો દીકરો શિમા. તેઓ પણ યરુશાલેમમાં પોતાના ભાઈઓની સાથે રહેતા હતા.
૩૩
નેરનો દીકરો કીશ હતો. કીશનો દીકરો શાઉલ હતો. શાઉલના દીકરા; યોનાથાન, માલ્કી-શુઆ, અબીનાદાબ તથા એશ્બાલ.
૩૪
યોનાથાનનો દીકરો મરીબ્બાલ. મરીબ્બાલનો દીકરો મિખા,
૩૫
મિખાના દીકરાઓ; પિથોન, મેલેખ, તારેઆ તથા આહાઝ.
૩૬
આહાઝનો દીકરો યહોઆદ્દા. યહોઆદ્દા દીકરાઓ; આલેમેથ, આઝમાવેથ તથા ઝિમ્રી. ઝિમ્રીનો દીકરો મોસા.
૩૭
મોસાનો દીકરો બિનઆ. બિનઆનો દીકરો રાફા. રાફાનો દીકરો એલાસા. એલાસાનો દીકરો આસેલ.
૩૮
આસેલના છ દીકરાઓ; આઝ્રીકામ, બોખરુ, ઇશ્માએલ, શાર્યા, ઓબાદ્યા તથા હાનાન.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options