Skip to content
1 કાળવ્રત્તાંત ૬:૬૩-૮૧

1 કાળવ્રત્તાંત ૬:૬૩-૮૧

૬૩
મરારીના વંશજોને, તેઓનાં કુટુંબો પ્રમાણે, રુબેનના, ગાદના તથા ઝબુલોનના કુળમાંથી ચિઠ્ઠીઓ નાખીને બાર નગરો આપવામાં આવ્યાં.
૬૪
તેથી ઇઝરાયલના લોકોએ લેવીઓને આ નગરો તેઓનાં ગોચરો સહિત આપ્યાં.
૬૫
તેઓએ યહૂદાના, શિમયોનના તથા બિન્યામીનના કુળમાંથી આ નગરો જેઓનાં નામ આપેલાં છે તે, ચિઠ્ઠીઓ નાખીને આપ્યાં.
૬૬
કહાથના કેટલાંક કુટુંબોને એફ્રાઇમના કુળમાંથી નગરો આપવામાં આવ્યાં.
૬૭
તેઓને એફ્રાઇમના પહાડી પ્રદેશમાં આવેલું શખેમ આશ્રયનું નગર તેના ગોચરો સહિત, ગેઝેર તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં.
૬૮
યોકમામ તેના ગોચરો સહિત, બેથ-હોરોન તેના ગોચરો સહિત,
૬૯
આયાલોન તેના ગોચરો સહિત તથા ગાથ-રિમ્મોન તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં.
૭૦
મનાશ્શાના અડધા કુળમાંથી આનેર તેના ગોચરો સહિત તથા બિલહામ તેના ગોચરો સહિત આપવામાં આવ્યા. આ સંપત્તિ બાકીના કહાથીઓના કુટુંબોની થઈ.
૭૧
ગેર્શોમના વંશજોને મનાશ્શાના અડધા કુળમાંથી બાશાનમાંનું ગોલાન તેના ગોચરો સહિત તથા આશ્તારોથ તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં.
૭૨
ઇસ્સાખારના કુળમાંથી ગેર્શોમના વંશજોએ કેદેશ તેના ગોચરો સહિત, દાબરાથ તેના ગોચરો સહિત,
૭૩
રામોથ તેના ગોચરો સહિત તથા આનેમ તેના ગોચરો સહિત પણ આપવામાં આવ્યાં.
૭૪
આશેરના કુળમાંથી તેઓને માશાલ તેના ગોચરો સહિત, આબ્દોન તેના ગોચરો સહિત,
૭૫
હુકોક તેના ગોચરો સહિત, રહોબ તેના ગોચરો સહિત મળ્યાં.
૭૬
નફતાલીના કુળમાંથી તેઓએ ગાલીલમાંનું કેદેશ તેના ગોચરો સહિત, હામ્મોન તેના ગોચરો સહિત તથા કિર્યાથાઈમ તેના ગોચરો સહિત પ્રાપ્ત કર્યાં.
૭૭
બાકીના લેવીઓને એટલે મરારીના વંશજોને ઝબુલોનના કુળમાંથી, રિમ્મોન તેના ગોચરો સહિત તથા તાબોર તેના ગોચરો સહિત આપવામાં આવ્યા.
૭૮
તેઓના કુળોને યરીખોની પાસે યર્દનને પેલે પાર, એટલે નદીની પૂર્વ તરફ, અરણ્યમાંનું બેસેર તેના ગોચરો સહિત, યાહસા તેના ગોચરો સહિત;
૭૯
કદેમોથ તેના ગોચરો સહિત તથા મેફાથ તેના ગોચરો સહિત રુબેનના કુળમાંથી આપવામાં આવ્યાં.
૮૦
ગાદના કુળમાંથી તેઓને ગિલ્યાદમાંનું રામોથ તેના ગોચરો સહિત, માહનાઇમ તેના ગોચરો સહિત,
૮૧
હેશ્બોન તેના ગોચરો સહિત તથા યાઝેર તેના ગોચરો સહિત નગરો આપવામાં આવ્યાં.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options