યહૂદાના વધુ કુટુંબો
૧૧
¶ શુહાના ભાઈ કલૂબનો દીકરો મહીર અને મહીરનો દીકરો એશ્તોન.
૧૨
એશ્તોનના દીકરાઓ બેથરાફા, પાસેઆ તથા નાહાશ નગર વસાવનાર તહિન્ના. આ બધા રેખાહના કુટુંબીઓ હતા.
૧૩
¶ કનાઝના દીકરાઓ; ઓથ્નીએલ તથા સરાયા. ઓથ્નીએલના દીકરાઓ; હથાથ અને મોનોથાય.
૧૪
મોનોથાયનો દીકરો ઓફ્રા. ગે-હરાશીમનો પ્રણેતા સરાયાનો દીકરો યોઆબ અને યોઆબનો દીકરો ગે-હરાશીમ, જે લોકો કારીગર હતા.
૧૫
યફૂન્નેના દીકરા કાલેબના દીકરાઓ; ઈરુ, એલા તથા નાઆમ. એલાનો દીકરો કનાઝ.
૧૬
યહાલ્લેલેલના દીકરાઓ; ઝીફ, ઝીફાહ, તીર્યા અને અસારેલ.
૧૭
¶ એઝરાના દીકરાઓ; યેથેર, મેરેદ, એફેર તથા યાલોન. મેરેદની મિસરી પત્નીએ મરિયમ, શામ્માય તથા યિશ્બાને જન્મ આપ્યો અને યિશ્બાનો દીકરો એશ્તમોઆ.
૧૮
તેની યહૂદી પત્નીએ યારેદને જન્મ આપ્યો. યેરેદનો દીકરો ગદોર. હેબેરનો દીકરો સોખો તથા યકૂથીએલનો દીકરો ઝાનોઆ. તેઓ બિથ્યા નામની ફારુનની દીકરી જેની સાથે મેરેદે લગ્ન કર્યું હતું તેના દીકરાઓ હતા.
૧૯
¶ નાહામની બહેન હોદિયાની પત્નીના બે દીકરા; તેમાંના એકનો દીકરો કઈલાહ ગાર્મી, બીજો માખાથી એશ્તમોઆ.
૨૦
શિમોનના દીકરાઓ; આમ્મોન, રિન્ના, બેન-હાનાન તથા તિલોન. ઈશીના દીકરાઓ; ઝોહેથ તથા બેન-ઝોહેથ.
બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0