મુખ્ય સામગ્રી પર જાઓ

Zion વિશે બાઇબલની કલમો: Name of Zion applied to Jerusalem

9 કલમો · 9 પાસાં

Name of Zion applied to Jerusalem વિશે કલમો

  1. યાકૂબના સર્વ તંબુઓ કરતાં, સિયોનના દરવાજાઓ યહોવાહને વધુ પ્રિય છે.

  2. વળી સિયોન વિષે કહેવાશે કે, “દરેકનો સિયોનમાં જન્મ થયો; અને પરાત્પર પોતે તેને સ્થિર રાખશે.”

  3. ઇઝરાયલ પોતાના સર્જનહારથી આનંદ પામે; સિયોનના લોકો પોતાના રાજાને લીધે આનંદ મનાવો.

  4. હે સિયોનની દીકરીઓ, નીકળી આવો, જુઓ સુલેમાન રાજાને, તેના આનંદના દિવસે એટલે તેના લગ્નના દિવસે જે મુગટ તેની માતાએ તેને પહેરાવ્યો છે, તે મુગટ સહિત તેને નિહાળો.

  5. સિયોનમાં પાપીઓ ભયભીત થયા છે, અધર્મીઓને ધ્રૂજારી ચઢી છે. આપણામાંનો કોણ બાળી નાખનાર અગ્નિ સાથે વાસો કરશે? આપણામાંનો કોણ સદા બળતી આગ સાથે વાસો કરશે?

  6. સિયોન જે આપણા પર્વોનું નગર છે તેને જો; તારી આંખો યરુશાલેમને વિશ્રામના નિવાસસ્થાન જેવું, જેનો તંબુ ઉખેડવામાં આવશે નહિ, જેની મેખો સર્વકાળ માટે કઢાશે નહિ અને જેની દોરીઓ તૂટશે નહિ, તેવા તંબુ જેવું થયેલું જોશે.

  7. કેમ કે સિયોનમાંથી વિલાપનો સાદ સંભળાય છે; “અમે કેવા વિનાશ પામ્યા છીએ. અમે અત્યંત શરમિંદા થયા છીએ, અમે દેશ છોડી દીધો છે, કેમ કે તેઓએ અમારાં ઘરોને તોડી પાડ્યાં છે.”

  8. કેમ કે હું તને આરોગ્ય આપીશ; અને ‘તારા ઘાને રૂઝાવીશ, એમ યહોવાહ કહે છે. ‘કેમ કે તેઓએ તને કાઢી મૂકેલી કહી છે. વળી સિયોનની કોઈને ચિંતા નથી.”

  9. કેમ કે મેં મારા માટે યહૂદાને ધનુષ્ય ઠરાવ્યું છે અને એફ્રાઇમ મારો બાણ થશે. હે સિયોન, હું તારા દીકરાઓને ગ્રીસના દીકરાઓ સામે લડવા જાગૃત કરીશ, હું તને યોદ્ધાની તલવારરૂપ કરીશ!