મુખ્ય સામગ્રી પર જાઓ

Treasure-Houses વિશે બાઇબલની કલમો: Of kings

7 કલમો · 9 પાસાં

Of kings વિશે કલમો

  1. હિઝકિયાએ તેઓનું સાંભળીને તેઓને પોતાની કિંમતી વસ્તુઓથી ભરેલો આખો મહેલ, ચાંદી, સોનું, સુગંધી દ્રવ્યો, મૂલ્યવાન તેલ, શસ્રભંડાર અને ભંડારમાં જે બધું મળી આવ્યું તે સર્વ સંદેશાવાહકોને બતાવ્યું. ત્યાં આખા ઘરમાં કે રાજ્યમાં એવું કંઈ ન હતું, કે જે હિઝકિયાએ તેઓને બતાવ્યું ના હોય.

  2. ¶ રાજાના ભંડારો ઉપર અદીએલનો પુત્ર આઝમાવેથ નિમાયેલો હતો. સીમમાંના નગરોમાંના, ગામોમાંના અને કિલ્લાઓમાંના ભંડારો ઉપર ઉઝિયાનો પુત્ર યોનાથાન નિમાયેલો હતો.

  3. ¶ હિઝકિયા પુષ્કળ સંપત્તિ અને કીર્તિ પામ્યો. તેણે સોનું, ચાંદી, રત્નો, સુગંધીઓ, ઢાલ અને બીજી કિંમતી ઘરેણાંઓ રાખવા ભંડારો બનાવ્યા.

  4. તેમ જ અનાજની ફસલ, દ્રાક્ષારસ અને તેલ માટે કોઠારો, બધી જાતનાં જાનવરો માટે તબેલા તથા ઘેટાં માટે વાડા બંધાવ્યા.

  5. ¶ વળી નબૂખાદનેસ્સાર રાજાએ, યરુશાલેમના, યહોવાહના ઘરમાંથી લાવીને પોતાના દેવોના મંદિરોમાં જે વસ્તુઓ મૂકી હતી, તે વસ્તુ સામગ્રી કોરેશ રાજાએ મંગાવી લીધી.

  6. કોરેશ રાજાએ તેના ખજાનચી મિથ્રદાથ પાસે તે વસ્તુઓ મંગાવી અને યહૂદિયાના આગેવાન શેશ્બાસારને ગણી આપી.

  7. માટે જો આપને યોગ્ય લાગે તો એમનો નાશ કરવાની આજ્ઞા ફરમાવો અને રાજાના ખજાનચીઓના હાથમાં હું દસ હજાર તાલંત ચાંદી રાજભંડારમાં લઈ જવા માટે આપીશ.”