મુખ્ય સામગ્રી પર જાઓ

Thirst વિશે બાઇબલની કલમો: Figurative of the ardent desire of the devout mind

16 કલમો · 1 પાસું

Figurative of the ardent desire of the devout mind વિશે કલમો

  1. હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે, તેમ હે ઈશ્વર, તમારે માટે મારો આત્મા તલપે છે.

  2. ઈશ્વર, હા, જીવતા ઈશ્વરને માટે, મારો આત્મા તરસે છે; હું ક્યારે ઈશ્વરની આગળ હાજર થઈશ?

  3. મારાં આંસુ રાતદિવસ મારો આહાર થયા છે, મારા શત્રુઓ આખો દિવસ કહે છે, “તારો ઈશ્વર ક્યાં છે?”

  4. હું લોકોના ટોળાં સાથે અને પર્વ પાળનારા લોકોના સમુદાયને આનંદોત્સવમાં, સ્તુતિના નાદ સાથે, ઈશ્વરના ઘરમાં દોરી જતો હતો, એ વાતો યાદ કરું છું, ત્યારે મારો આત્મા છેક પીગળી જાય છે.

  5. હે ઈશ્વર, તમે મારા ઈશ્વર છો; હું ગંભીરતાપૂર્વક તમારી શોધ કરીશ; જ્યાં પાણી હોતું નથી, એવા સૂકા તથા ખેદજનક દેશમાં મારો આત્મા તમારે માટે તલસે છે અને મારો દેહ તમારે માટે તલપે છે.

  6. પ્રાર્થનામાં હું મારા હાથ તમારા તરફ પ્રસારું છું; સૂકી ભૂમિની જેમ મારો જીવ તમારા માટે તરસે છે.

  7. હે સર્વ તૃષિત જનો, તમે પાણીની પાસે આવો! અને જેની પાસે કંઈ પણ નાણું નથી તે, તમે સર્વ આવો, ખરીદો અને ખાઓ! આવો, નાણાં વિના અને વિના મૂલ્યે દ્રાક્ષારસ અને દૂધ લઈ જાઓ.

  8. પ્રભુ યહોવાહ એવું કહે છે, જુઓ, એવો સમય આવી રહ્યો છે કે, “જ્યારે હું દેશમાં દુકાળ મોકલીશ, તે અન્નનો દુકાળ નહિ, કે પાણીનો નહિ, પણ યહોવાહનું વચન સાંભળવાનો દુકાળ મોકલીશ.

  9. તેઓ સમુદ્રથી સમુદ્ર સુધી; અને ઉત્તરથી છેક પૂર્વ સુધી યહોવાહનાં વચનોની શોધમાં તેઓ અહીંતહીં ભટકશે, પણ તે તેઓને મળશે નહિ.

  10. તે દિવસે સુંદર કન્યાઓ અને યુવાન માણસો તૃષાથી બેભાન થઈ જશે.

  11. જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ તૃપ્ત થશે.

  12. પણ જે પાણી હું આપીશ, તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહિ. પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે ઝરો અનંતજીવન સુધી વહ્યા કરશે.’”

  13. ¶ સ્ત્રીએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, તે પાણી મને આપો કે, મને તરસ ન લાગે અને પાણી ભરવા મારે આટલે દૂર આવવું ન પડે.’”

  14. ¶ હવે પર્વના છેલ્લાં તથા મહાન દિવસે ઈસુએ ઊભા રહીને ઊંચા અવાજે કહ્યું કે, ‘જો કોઈ તરસ્યો હોય, તો તે મારી પાસે આવીને પીએ.

  15. તેમણે મને કહ્યું કે, ‘તે પૂરી થઈ ગઈ છે. હું આલ્ફા તથા ઓમેગા, શરૂઆત તથા અંત છું. હું તરસ્યાને જીવનનાં પાણીના ઝરામાંથી મફત જળ આપીશ.

  16. ¶ આત્મા તથા કન્યા બંને કહે છે કે, ‘આવો;’ અને જે સાંભળે છે તે એમ કહે કે, ‘આવો,’ અને જે તૃષિત હોય, તે આવે; જેની ઇચ્છા હોય તે જીવનનું જળ મફત લે.