મુખ્ય સામગ્રી પર જાઓ

The Tribe Of Gad વિશે બાઇબલની કલમો: Bounds of its inheritance

5 કલમો · 25 પાસાં

Bounds of its inheritance વિશે કલમો

  1. ¶ અને આ મૂસાએ ગાદનાં કુળને એટલે ગાદપુત્રોને તેના કુટુંબ પ્રમાણે આપ્યો હતો.

  2. આ તેમનો વિસ્તાર હતો એટલે યાઝેર તથા ગિલ્યાદના સઘળાં નગરો તથા આમ્મોનીઓનો અડધો દેશ, જે અરોએર સુધી રાબ્બાની પૂર્વમાં છે.

  3. અને હેશ્બોનથી તે રામાથ મિસ્પા અને બટોનીમ સુધી, માહનાઇમથી તે દબીરના પ્રદેશ સુધી.

  4. ¶ અને ખીણમાં, બેથ-હારામ તથા બેથ-નિમ્રાહ, સુક્કોથ, અને સાફોન, એટલે હેશ્બોનના રાજા સીહોનનું બાકી રહેલું રાજ્ય, યર્દનનો કિનારો, યર્દન પાર પૂર્વમાં કિન્નેરેથ સમુદ્રના છેડા સુધી મૂસાએ તેઓને આપ્યાં.

  5. ગાદપુત્રોના વતનનાં નગરો તથા ગામો તેઓના કુટુંબો પ્રમાણે એ છે.