મુખ્ય સામગ્રી પર જાઓ

The Second Coming of Christ વિશે બાઇબલની કલમો: Judge

8 કલમો · 65 પાસાં

"The Second Coming of Christ" શોધો

Judge વિશે કલમો

  1. આપણા ઈશ્વર આવશે અને છાના રહેશે નહિ; તેમની આગળ અગ્નિ બાળી મૂકશે અને તેમની આસપાસ મહાતોફાન જાગશે.

  2. પોતાના લોકોનો ન્યાય કરવા તે ઉપરના આકાશને તથા પૃથ્વીને બોલાવશે.

  3. કેમ કે પિતા કોઈનો ન્યાય કરતા નથી, પણ ન્યાય કરવાનું સઘળું કામ તેમણે દીકરાને સોંપ્યું છે

  4. ¶ જયારે ખ્રિસ્ત ઈસુ કે જે જલ્દી રાજ કરવા આવશે, ત્યારે જેઓ હજી જીવતા છે અને જેઓ મરણ પામ્યા છે તેઓનો ન્યાય કરશે. અને ખ્રિસ્ત ઈસુને ઈશ્વર મને જોવે છે જયારે હું તને આ આજ્ઞા આપું છું કે

  5. સર્વનો ન્યાય કરવાને, સર્વ અધર્મીઓએ જે બધાં અધર્મી કામો અધર્મીપણામાં કર્યાં અને અધર્મી પાપીઓએ તેની વિરુદ્ધ જે કઠણ વચનો કહ્યાં, તે વિષે પણ તેઓ સઘળાંને અપરાધી ઠરાવવાંને પ્રભુ પોતાના હજારોહજાર પવિત્ર દૂતો સહિત છે.”

  6. ¶ પછી મેં મોટા સફેદ રાજ્યાસનને તથા તેના પર જે બેઠેલા હતા તેમને જોયા, તેમની સન્મુંખથી પૃથ્વી તથા આકાશ અદ્રશ્ય થઈ ગયા. અને તેઓને માટે કોઈ સ્થાન મળ્યું નહિ.

  7. પછી મેં મૂએલાંને, મોટાં તથા નાનાં સર્વને સિંહાસનની સમક્ષ ઊભા રહેલાં જોયાં; અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં, અને બીજું પુસ્તક જે જીવનનું છે તે પણ ઉઘાડવામાં આવ્યું. અને તે પુસ્તકોમાં જે જે લખ્યું હતું તે પરથી મૃત્યુ પામેલાંનો તેઓની કરણીઓ પ્રમાણે, ન્યાય કરવામાં આવ્યો.

  8. ¶ સમુદ્રે પોતાનામાં જે મૃત્યુ પામેલાં હતાં તેઓને પાછા આપ્યાં, અને મરણે તથા પાતાળ પણ પોતાનામાં જે મૃત્યુ પામેલાં હતાં, તેઓને પાછા આપ્યાં; અને દરેકનો ન્યાય તેની કરણી પ્રમાણે કરવામાં આવ્યો.