મુખ્ય સામગ્રી પર જાઓ

The Kenites વિશે બાઇબલની કલમો

31 કલમો · 15 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ત્યાર બાદ તેઓ જ બધો સમય લોકોનો ન્યાય કરવા લાગ્યા. ફક્ત મુશ્કેલ પ્રશ્નો હોય તો જ તેઓ મૂસા આગળ લાવતા અને નાના સામાન્ય પ્રશ્નો તેઓ જાતે હલ કરતા હતા.

  2. પછી મૂસાએ પોતાના સસરા યિથ્રોને વિદાય આપી. યિથ્રો તેના વતનમાં પાછો ગયો.

  3. ¶ અને મૂસાના સસરા મિદ્યાની રેઉએલના દીકરા હોબાબ સાથે મૂસાએ વાત કરી. દુએલ એ મૂસાની પત્નીનો પિતા હતો. મૂસાએ હોબાબને કહ્યું કે, “જે જગ્યા વિષે યહોવાહે અમને કહ્યું છે ત્યાં જવા માટે આપણે મુસાફરી કરીએ છીએ. યહોવાહે કહ્યું છે કે, ‘હું તમને તે આપીશ.’ અમારી સાથે ચાલો અને અમે તમારું ભલું કરીશું. કેમ કે યહોવાહે ઇઝરાયલનું ભલું કરવાનું વચન આપ્યું છે.”

  4. પણ હોબાબે મૂસાને ઉત્તર આપ્યો કે, “હું તમારી સાથે નહિ આવું. હું તો મારા પોતાના દેશમાં મારાં સગાઓ પાસે જઈશ.”

  5. ¶ મૂસાએ જવાબ આપ્યો કે, “કૃપા કરી અમને છોડીને ન જઈશ. કેમ કે અરણ્યમાં અમારે કેવી રીતે છાવણી કરવી તે તું જાણે છે અને તું અમારે માટે આંખોની ગરજ સારે છે.

  6. અને જો તું અમારી સાથે આવશે તો એમ થશે કે, યહોવાહ અમારું જે કંઈ ભલું કરશે તેમ અમે તમારું ભલું કરીશું.”