Sower વિશે બાઇબલની કલમો: Figurative
Figurative વિશે કલમો
જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે, તેઓ હર્ષનાદસહિત લણશે.
દુષ્ટની કમાણી ઠગારી છે, પણ નીતિમત્તાનું બીજ વાવનારને સાચો હોવા બદલ વળતર મળશે.
તમે જેઓ સર્વ ઝરણાંની પાસે વાવો છો અને તમારા બળદ અને ગધેડાને છૂટથી ચરવા મોકલો છો, તેઓ પરમસુખી છે.
કેમ કે લોકો પવન વાવે છે, અને વંટોળિયો લણશે, તેના કણસલામાંથી અનાજ નહિ મળે, તેની ઊપજમાંથી લોટ નીકળશે નહિ. જો કદાચ તેમાંથી કંઈ નીકળશે, તો વિદેશીઓ તેનો નાશ કરશે.
પોતાને સારુ નેકી વાવો, વિશ્વાસનીયતાનાં ફળ લણો. તમારી પડતર જમીન ખેડો, કેમ કે તેઓ આવે અને તમારા પર નેકી વરસાવે ત્યાં સુધી, યહોવાહને શોધવાનો સમય છે.
યાદ રાખો, ઈશ્વરની મશ્કરી કરાય નહિ કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે;
કેમ કે જે પોતાના દેહને માટે વાવે છે, તે દેહથી વિનાશ લણશે; પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંતજીવન લણશે.