મુખ્ય સામગ્રી પર જાઓ

Sanitation વિશે બાઇબલની કલમો

289 કલમો · 10 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ જો કોઈ સ્ત્રીને ઋતુકાળ સિવાય ઘણા દિવસો સુધી રક્તસ્રાવ થાય અથવા તેના ઋતુકાળ ઉપરાંત લાંબા સમય સુધી તેનો સ્રાવ ચાલુ રહે, તો તેના સ્રાવના સર્વ દિવસો સુધી તે ઋતુકાળની જેમ અશુદ્ધ ગણાય.

  2. એ સમય દરમિયાન પણ તે જે પથારીમાં સૂએ તે તેના ઋતુકાળના સામાન્ય દિવસોની જેમ અશુદ્ધ ગણાય. અને તે જયાં બેસે તે જગ્યા પણ અશુદ્ધ ગણાય.

  3. ¶ જે કોઈ તે પથારી કે આસનને સ્પર્શ કરે તે અશુદ્ધ ગણાય. તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં, પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.

  4. ¶ પણ જો તે પોતાના સ્રાવથી શુદ્ધ થાય તો પછી તે પોતાને માટે સાત દિવસ ગણે અને ત્યારબાદ તે શુદ્ધ ગણાય.

  5. ¶ આ રીતે ઇઝરાયલના લોકોને તેઓની અશુદ્ધતાથી અલગ કરવા કે જેથી મારો જે મંડપ તેઓની મધ્યે છે, તેને અશુદ્ધ કર્યાથી તેઓ માર્યા જાય નહિ.

  6. ¶ જે કોઈ પુરુષને સ્રાવ હોય તો તે અશુદ્ધ છે. સ્રાવ અથવા વીર્યપાત તે પુરુષને અશુદ્ધ કરે છે.

  7. ઋતુસ્રાવમાં સ્ત્રી અશુદ્ધ હોય છે તેવી સ્ત્રી સાથે શારીરિક સંબંધ કરનાર પુરુષ પણ અશુદ્ધ છે. શરીરના સ્રાવવાળા લોકો માટેના નિયમો ઉપર પ્રમાણે છે.’”

  8. ¶ પછી પાપાર્થાર્પણને સારુ ચઢાવેલા બળદ અને બકરાંને એટલે જેઓનું રક્ત પ્રાયશ્ચિતને માટે પવિત્રસ્થાનમાં લઈ જવામાં આવ્યું હતું તેઓને છાવણી બહાર લઈ જવા અને ચામડાં, માંસ અને આંતરડાં સહિત બાળી નાખવા.

  9. આ બધું બાળનાર માણસે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં, સ્નાન કરવું અને પછી છાવણીમાં પાછા ફરવું.

  10. ¶ અને કોઈ ઇઝરાયલી અથવા ઇઝરાયલીઓ વચ્ચે વસતો કોઈપણ પરદેશી માણસ જો રક્ત ખાય તો હું તે માણસની વિમુખ થઈશ અને હું તેને તેના લોકોથી અલગ કરીશ.

  11. કારણ કે શરીરનો જીવ રક્તમાં છે. અને વેદી પર તે રક્ત તમારા માટે પ્રાયશ્ચિત કરે તે માટે મેં તમને આપ્યું છે. કેમ કે રક્તથી જ પ્રાયશ્ચિત થાય છે, કારણ કે તેમાં જીવ છે.

  12. ¶ તે માટે મેં ઇઝરાયલના લોકોને કહ્યું કે, તમારામાંનો કોઈપણ માણસ તેમ જ તમારી મધ્યે વસતો કોઈપણ પરદેશી રક્ત ના ખાય.

  13. અને કોઈપણ ઇઝરાયલી કે તેઓની વચ્ચે વસતો પરદેશી ખાદ્ય પક્ષીનો કે પશુનો શિકાર કરે ત્યારે તેણે તેનું બધું રક્ત વહી જવા દેવું અને તેના પર માટી ઢાંકી દેવી.

  14. ¶ કેમ કે સર્વ દેહધારીઓના જીવ વિષે એવું જાણવું કે રક્તમાં તેઓનો જીવ છે, તેથી જ મેં ઇઝરાયલના લોકોને કહ્યું છે કે, “તમારે કોઈપણ દેહધારીનું રક્ત પીવું નહિ, કેમ કે સર્વ દેહધારીઓનો જીવ તેઓના રક્તમાં છે. જે કોઈ તે ખાય તે અલગ કરાય.”

  15. ¶ દરેક વ્યક્તિ દેશનાં વતનીઓ કે પરદેશી કુદરતી રીતે મૃત્યુ પામેલુ અથવા જંગલી પશુઓએ ફાડી નાખેલું પશુ ખાય તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવા, પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. ત્યારપછી તે શુદ્ધ ગણાય.

  16. ¶ તમે જ્યારે યહોવાહની આગળ શાંત્યર્પણો ચઢાવો ત્યારે એવી રીતે ચઢાવો કે તમે તેમની આગળ માન્ય થાઓ.

  17. જે દિવસે તમે તે અર્પણ કરો તે જ દિવસે તથા તેના બીજે દિવસે તે ખાવું. પરંતુ જો ત્રીજા દિવસ સુધી એમાંનું કંઈ બાકી રહ્યું હોય તો તેને અગ્નિમાં બાળી નાખવું.

  18. જો તે ત્રીજે દિવસે સહેજ પણ ખાવામાં આવે તો તે અપવિત્ર છે. અને તે માન્ય થશે નહિ.

  19. પણ જે કોઈ તે ખાય તેનો દોષ તેના માથે રહે. કેમ કે તેણે યહોવાહનું પવિત્ર અર્પણ અપવિત્ર કર્યુ છે. તેથી તે માણસ પોતાના લોકોમાંથી અલગ કરાય.

  20. ¶ તમારે રક્તવાળું માંસ ખાવું નહિ. ભવિષ્ય જોવા માટે તાંત્રિક પાસે જવું નહિ તેમ જ દૈવી શક્તિઓનો ઉપયોગ કરવો નહિ.

  21. “તું ઇઝરાયલના લોકોને કહે કે, ‘જો કોઈ ઇઝરાયલી કે તેઓની મધ્યે રહેતો પરદેશી પોતાના કોઈપણ બાળકને મોલેખને ચઢાવે તો તેને મૃત્યુદંડ કરવો. દેશના લોકો તેને પથ્થરે મારે.

  22. ¶ હું પોતે પણ તે માણસની વિરુદ્ધ મારું મુખ કરીશ અને તેના લોકોમાંથી તેને અલગ કરીશ, કારણ તેણે મોલેખને પોતાનું બાળક ચઢાવીને મારા પવિત્રસ્થાનને અશુદ્ધ કર્યુ છે અને મારા પવિત્ર નામને ભ્રષ્ટ કર્યુ છે.

  23. જો કોઈ માણસ પોતાનું બાળક મોલેખને ચઢાવે અને તે દેશના લોકો જો આંખ આડા કાન કરે અને તેને મૃત્યુદંડ આપવાની ના પાડે,

  24. તો હું પોતે તેની અને તેના કુટુંબની વિમુખ થઈ જઈશ અને તેને અને તેની સાથે મોલેખની પાછળ જઈને તેની સાથે વ્યભિચાર કરનારાઓને હું નાબૂદ કરીશ.

  25. ¶ જે વ્યક્તિ ભૂવાઓ અથવા દુષ્ટ આત્માઓ સાથે વાત કરનારા તથા તેમની સાથે વ્યભિચાર કરે અને સલાહ લે તેની વિરુદ્ધ હું મારું મુખ રાખીશ; હું તેનો તેના લોકમાંથી નાશ કરીશ.