Skip to content

Robe વિશે બાઇબલની કલમો

6 કલમો · 2 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

  1. હવે, ઈશ્વર યહોવાહ, તમે ઊઠો અને જ્યાં તમારું સામર્થ્ય દર્શાવતો કરારકોશ મૂકવામાં આવ્યો છે તેમાં તમારા વિસામાના સ્થળમાં પ્રવેશ કરો. ઈશ્વર યહોવાહ, તમારા યાજકો ઉદ્ધારના વસ્ત્રો પહેરે અને તમારા ભક્તો તમારી ભલાઈમાં આનંદ કરે.

  2. હું યહોવાહમાં અતિશય આનંદ કરીશ; મારો જીવ મારા ઈશ્વરમાં હરખાશે. કેમ કે જેમ વર પોતાને પાઘડીથી સુશોભિત કરે છે અને કન્યા પોતાને આભૂષણથી શણગારે છે, તેમ તેમણે મને તારણનાં વસ્ત્રો પહેરાવ્યાં છે; ન્યાયીપણાનો ઝભ્ભો મારા પર ઓઢાડ્યો છે.

  3. મહેમાનોને જોવા સારુ રાજા અંદર આવ્યા, ત્યારે તેમણે ત્યાં લગ્નના વસ્ત્રો પહેર્યા વગરના એક માણસને જોયો.

  4. પછી તેઓમાંના દરેકને સફેદ વસ્ત્ર આપવામાં આવ્યું; અને તેઓને એમ કહેવામાં આવ્યું કે ‘તમારા સાથી સેવકો તથા તમારા ભાઈઓ, જેઓ તમારી માફક માર્યા જવાના છે, તેઓની સંખ્યા પૂરી ન થાય, ત્યાં સુધી હજુ થોડીવાર તમે વિસામો લો.’”

  5. ¶ ત્યાર બાદ મેં જોયું, તો જુઓ, સર્વ દેશમાંથી આવેલાની, સર્વ કુળ, પ્રજા તથા ભાષાના માણસોની કોઈથી ગણી શકાય નહિ એવી એક મોટી સભા! તેઓ રાજ્યાસનની આગળ તથા હલવાનની સમક્ષ ઊભા રહ્યા; તેઓએ સફેદ ઝભ્ભા પહેરેલા હતા, અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી;

  6. ¶ પછી તે વડીલોમાંથી એકે મને પૂછ્યું કે, ‘જેઓએ સફેદ વસ્ત્ર પહેરેલાં છે તેઓ કોણ છે, અને ક્યાંથી આવ્યા છે?’