Prisoners વિશે બાઇબલની કલમો: Permitted to make defense
Permitted to make defense વિશે કલમો
¶ પછી રાજ્યપાલે પાઉલને બોલવાનો ઇશારો કર્યો, ત્યારે તેણે ઉત્તર આપ્યો કે, ‘ઘણાં વર્ષોથી તમે આ દેશના ન્યાયાધીશ છો, એ જાણીને હું ખુશીથી પોતાના બચાવમાં પ્રત્યુત્તર આપું છું.
ત્યારે પાઉલે પોતાના બચાવમાં કહ્યું કે, ‘યહૂદીઓના નિયમશાસ્ત્ર અથવા ભક્તિસ્થાનમાં અથવા કાઈસારની વિરુદ્ધ મેં કંઈ ખોટું કર્યું નથી.
મેં તેઓને ઉત્તર આપ્યો કે, કોઈ પણ તહોમતદારને ફરિયાદીઓની રૂબરૂ તહોમત વિષે પોતાના બચાવમાં પ્રત્યુત્તર આપવાની તક ન મળે ત્યાં સુધી તેને (મારી નાખવાને) સોંપી દેવો એ રોમનોની રીત નથી.
¶ આગ્રીપાએ પાઉલને કહ્યું કે, તને તારી હકીકત જણાવવાની રજા છે; ત્યારે પાઉલે હાથ લંબાવીને પ્રત્યુત્તર આપ્યો કે
પ્રથમ વખત જયારે હું અદાલતમાં હતો અને મેં મારા કાર્યની સમજણ આપી, ત્યારે કોઈ વિશ્વાસીએ મારી પડખે રહીને મને ઉત્તેજન ન આપ્યું. તેઓ બધા દુર રહ્યા. ઈશ્વર આ માટે તેમને જવાબદાર ન ગણે.