Skip to content

Priest વિશે બાઇબલની કલમો

14 કલમો · 4 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

  1. ¶ ત્યારે મિદ્યાનના યાજકની સાત દીકરીઓ ત્યાં આવી. અને પોતાના પિતાનાં ઘેટાંબકરાંને પાણી પીવડાવવા માટે કૂવામાંથી પાણી ખેંચીને હોજ ભરવા લાગી.

  2. તમે મારે સારુ ખાસ યાજકોનું રાજ્ય બનશો તથા પવિત્ર દેશજાતિ થશો.’ આ બધું તારે ઇઝરાયલના લોકોને કહેવાનું છે.”

  3. ¶ આ બધું પૂરું થયા પછી કેટલાક સરદારોએ મારી પાસે આવીને કહ્યું કે, “ઇઝરાયલના લોકો, યાજકો અને લેવીઓ દેશમાં રહેતા વિદેશી લોકોથી જુદા પડ્યા નથી. તેઓ કનાનીઓ, હિત્તીઓ, પરિઝીઓ, યબૂસીઓ, આમ્મોનીઓ, મોઆબીઓ, મિસરવાસીઓ અને અમોરીઓના પાત્ર રીત રિવાજો જે આપણે માટે અમાન્ય છે તે પ્રમાણે વર્તે છે.

  4. તેઓએ પોતે અને તેઓના પુત્રોએ આ લોકોની સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા છે; આમ પવિત્ર વંશના લોકો અન્ય પ્રદેશના લોકો સાથે મિશ્રિત થઈ ગયા છે. આવા પાપચારો કરવામાં મુખ્યત્વે સરદારો અને અમલદારો સૌથી આગળ છે.”

  5. ¶ ત્યારે એઝરાએ ઊઠીને મુખ્ય યાજકોને, લેવીઓને તથા સર્વ ઇઝરાયલીઓને સમ ખવડાવ્યા કે અમો તે વચન પ્રમાણે જ કરીશું. તેઓ સર્વએ સોગન લીધા.

  6. ¶ યાજકોના કુટુંબોમાં અન્યધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કરેલા જે પુરુષો માલૂમ પડ્યા, તેઓનાં નામ આ પ્રમાણે છે: યેશૂઆના વંશજોમાંના, યોસાદાકનો પુત્ર તથા તેના ભાઈઓ માસેયા, એલિએઝેર, યારીબ તથા ગદાલ્યા.

  7. એ બધાએ પોતાની પત્નીઓને તજી દેવાનું વચન આપ્યું. તેઓએ પોતાના અપરાધોને લીધે પાપાર્થાર્પણ તરીકે એક ઘેટાંનું અર્પણ કર્યું.

  8. ¶ બાકીના લોકો, યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગાનારાઓ, ભક્તિસ્થાનના સેવકો અને તે દરેક જેઓ ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે પડોશી દેશોથી અલગ થયા હતા તે સર્વ તેમ જ તેઓની પત્નીઓ, તેઓના પુત્રો અને પુત્રીઓ તેઓ સર્વ પાસે જ્ઞાન અને સમજણ હતાં.

  9. તમે લોકો યહોવાહના યાજકો કહેવાશો; તેઓ તમને આપણા ઈશ્વરના સેવકો તરીકે બોલાવશે. તમે વિદેશીઓની સંપત્તિ ખાશો અને તેમની સમૃદ્ધિમાં તમે અભિમાન કરશો.

  10. ¶ હવે ઉપર દર્શાવ્યાં મુજબ બધું તૈયાર થયા બાદ યાજકો કરાર કોશના આગળના ભાગમાં સેવા કરવાને નિત્ય જાય છે.

  11. ¶ પણ તમે તો પસંદ કરેલું કુળ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર લોક તથા ઈશ્વરની ખાસ પ્રજા છો, જેથી જેમણે તમને અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક અજવાળામાં તેડ્યાં છે, તેમના સદગુણો તમે પ્રગટ કરો.

  12. અને ઈશ્વર પિતાને માટે આપણને રાજ્ય તથા યાજકો બનાવ્યા, તેમનો મહિમા તથા અધિકાર સદાસર્વકાળ સુધી હો; આમીન.

  13. તમે તેઓને અમારા ઈશ્વરને સારુ રાજ્ય તથા યાજકો બનાવ્યા છે; અને તેઓ પૃથ્વી પર રાજ કરશે.

  14. પહેલા મરણોત્થાનમાં જેને ભાગ છે તે આશીર્વાદિત તથા પવિત્ર છે; તેવાઓ પર બીજા મરણનો અધિકાર નથી, પણ તેઓ ઈશ્વરના તથા ખ્રિસ્તનાં યાજક થશે અને તેમની સાથે હજાર વર્ષ રાજ કરશે.