મુખ્ય સામગ્રી પર જાઓ

Offerings વિશે બાઇબલની કલમો

433 કલમો · 61 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. બળદના ચરબીવાળા ભાગો, ઘેટાંની ચરબીવાળી પૂંછડી, આંતરડા પરની ચરબી, બે મૂત્રપિંડો અને તેના પરની ચરબી તથા કલેજા પરની ચરબીવાળો ભાગ લીધા.

  2. ¶ તેઓએ છાતી પર ચરબી મૂકી અને તે ચરબીનું તેણે વેદી ઉપર દહન કર્યું.

  3. મૂસાની આજ્ઞા પ્રમાણે હારુને પશુઓની છાતીના ભાગો અને જમણી જાંઘ ઊંચી કરીને યહોવાહને બલિદાન તરીકે અર્પણ કર્યું.

  4. “તમે એ પાપાર્થાર્પણ તંબુમાં શા માટે ન ખાધું? કેમ કે તે અત્યંત પવિત્ર છે અને પ્રજાનું પાપ દૂર કરવા માટે તેમને માટે યહોવાહની સમક્ષ લોકોનું પ્રાયશ્ચિત કરવાને તે તેમણે તમને આપ્યું છે.

  5. ત્યારપછી તે બે બકરાઓ લઈને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યહોવાહ સમક્ષ લાવે.

  6. ¶ પછી હારુન તે બે બકરા માટે ચિઠ્ઠીઓ નાખે, એટલે એક ચિઠ્ઠી યહોવાહને માટે અને બીજી અઝાઝેલને માટે નક્કી કરે.

  7. જે બકરા પર યહોવાહના નામની ચિઠ્ઠી પડે, તેને હારુન પાપાર્થાર્પણને માટે અર્પણ કરે.

  8. પરંતુ જે બકરા પર અઝાઝેલના નામની ચિઠ્ઠી પડે તેને અઝાઝેલને માટે અરણ્યમાં મોકલી દેવા માટે તેને માટે પ્રાયશ્ચિત કરવાને યહોવાહ સમક્ષ તેને જીવતો રજૂ કરે.

  9. ¶ પછી હારુન પોતાના અને પોતાના પરિવાર માટે પાપાર્થાર્પણને સારુ બળદ રજૂ કરે. પોતાને માટે તથા પોતાના પરિવાર માટે પ્રાયશ્ચિત કરે અને પાપાર્થાર્પણનો જે બળદ પોતાના માટે હોય તેને કાપે.

  10. ¶ પછી હારુન એક ધૂપદાનીમાં યહોવાહ આગળની વેદીમાંથી સળગતા અંગારા અને બે મુઠ્ઠી બારીક દળેલો ધૂપ લઈને તેને પડદાની અંદરની બાજુએ લાવે.

  11. પછી યહોવાહ સમક્ષ અંગારા ઉપર તે ધૂપ તે નાખે જેથી કરારકોશ પરના દયાસન ઉપરનું વાદળ ધુમાડાથી ઢંકાઈ જાય. અને આમ કરવાથી તે મૃત્યુ પામશે નહિ.

  12. ¶ ત્યારપછી તે બળદના રક્તમાંથી થોડું રક્ત પૂર્વ તરફ પોતાની આંગળી વડે દયાસન પર છાંટે. અને તેમાંનુ થોડું રક્ત દયાસનની સામે આંગળી વડે સાત વાર છાંટે.

  13. ¶ ત્યારપછી તે લોકોના પાપાર્થાર્પણનો બકરો કાપે અને તેનું રક્ત પડદાની અંદરની બાજુ લાવે. બળદના રક્તની જેમ તે તેના રક્તનું પણ કરે; તે દયાસન પર તેને છાંટે ત્યારપછી દયાસનની સામે તેને છાંટે.

  14. તે ઇઝરાયલના લોકોની અશુદ્ધતાના લીધે, તેઓના પાપો અને વિદ્રોહના કારણે પવિત્રસ્થાનને માટે પ્રાયશ્ચિત કરે. એ જ રીતે તેઓની અશુદ્ધતા મધ્યે તેઓની સાથે રહેનાર મુલાકાતમંડપને સારુ કરે, જેમાં યહોવાહ વસે છે.

  15. ¶ હારુન પ્રાયશ્ચિત કરવા માટે પરમપવિત્ર સ્થાનમાં દાખલ થાય ત્યારથી તે પોતાને સારુ, પોતાના પરિવારને સારુ તથા સર્વ ઇઝરાયલીઓને સારું પ્રાયશ્ચિત કરીને બહાર ન આવે, ત્યાં સુધી કોઈને મુલાકાતમંડપમાં રહેવા ન દેવો.

  16. બહાર આવીને યહોવાહની સમક્ષ વેદી પાસે જઈને તેને સારુ તે પ્રાયશ્ચિત કરે. તેણે બળદના અને બકરાના રક્તમાંથી થોડું થોડું લઈને વેદીનાં શિંગો પર ચોપડવું.

  17. એ રક્તમાંથી આંગળી વડે તે વેદી ઉપર સાત વખત છાંટીને તેને શુદ્ધ કરે અને ઇઝરાયલીઓની અશુદ્ધતામાંથી તેને પવિત્ર કરે.

  18. ¶ પરમ પવિત્રસ્થાન, મુલાકાતમંડપ અને વેદીને માટે પ્રાયશ્ચિત કરી રહે ત્યારે જીવિત બકરાંને તે હાજર કરે.

  19. અને પછી હારુન તે જીવતા બકરાના માથા પર બન્ને હાથ મૂકીને ઇઝરાયલીઓની સર્વ દુષ્ટતા, સર્વ પાપો અને તેઓનો વિદ્રોહ કબૂલ કરીને તે સર્વ એ બકરાના શિર પર મૂકે. તે પછી તેણે આ કામ માટે નક્કી કરેલા માણસ સાથે તે બકરાંને રણમાં મોકલી આપવો.

  20. પછી તે બકરો લોકોની સર્વ દુષ્ટતા જે જગ્યાએ કોઈ રહેતું ના હોય તેવી નિર્જન જગ્યાએ લઈ જશે. અને આ માણસ તેને નિર્જન અરણ્યમાં છોડી દેશે.

  21. ¶ ત્યારપછી હારુન મુલાકાતમંડપમાં પાછો આવે. પવિત્રસ્થાનમાં દાખલ થતી વખતે પહેરેલા શણનાં વસ્ત્રો ઉતારીને ત્યાં રાખી મૂકે.

  22. પવિત્રસ્થાનમાં સ્નાન કરીને તે પોતાના વસ્ત્રો પહેરે અને બહાર જઈને પોતાનું અને લોકોનું દહનીયાર્પણ અર્પણ કરે અને આ રીતે પોતાને સારુ અને લોકોને સારુ પ્રાયશ્ચિત કરે.

  23. ¶ પાપાર્થાર્પણની ચરબીનું દહન તે વેદી પર કરે.

  24. અઝાઝેલ માટેના બકરાંને લઈ જનાર માણસે પોતાના વસ્ત્ર ધોઈ નાખવા અને સ્નાન કરવું; ત્યારપછી જ તે છાવણીમાં પાછો આવે.

  25. ¶ યહોવાહે મૂસાને કહ્યું,