મુખ્ય સામગ્રી પર જાઓ

Molech વિશે બાઇબલની કલમો: Worshiped by the wives of Solomon, and by Solomon

8 કલમો · 3 પાસાં

Worshiped by the wives of Solomon, and by Solomon વિશે કલમો

  1. ¶ હવે સુલેમાન રાજાને ફારુનની દીકરી ઉપરાંત બીજી ઘણી વિદેશી સ્ત્રીઓ એટલે મોઆબી, આમ્મોની, અદોમી, સિદોની તથા હિત્તી સ્ત્રીઓ સાથે પ્રેમ થયો હતો.

  2. જે પ્રજાઓ વિષે યહોવાહે ઇઝરાયલી લોકોને કહ્યું હતું, “તમારે તેઓની સ્ત્રીઓ સાથે લગ્ન કરવા નહિ, તેમ તેઓ તમારા પરિવારમાં આવે નહિ, કેમ કે તેઓ જરૂર તમારું હૃદય તેઓના દેવોની તરફ ફેરવી નાખશે.” પણ સુલેમાન તે વિદેશી સ્ત્રીઓને વળગી રહ્યો.

  3. ¶ સુલેમાનને રાજવંશમાંની સાતસો પત્નીઓ અને ત્રણસો ઉપપત્નીઓ હતી. તેની પત્નીઓએ તેનું હૃદય ફેરવી નાખ્યું.

  4. સુલેમાનની વૃદ્ધાવસ્થામાં તેની પત્નીઓએ તેનું હૃદય અન્ય દેવો તરફ વાળી દીધું. અને તેનું હૃદય તેના પિતા દાઉદના હૃદયની જેમ તેના ઈશ્વર યહોવાહ પ્રત્યે સંપૂર્ણ રહ્યું નહિ.

  5. ¶ સુલેમાન સિદોનીઓની દેવી આશ્તારોથનો તથા આમ્મોનીઓના ધિક્કારપાત્ર મિલ્કોમ દેવનો પૂજારી થયો.

  6. આ રીતે સુલેમાને ઈશ્વરની દ્રષ્ટિમાં અઘટિત કાર્ય કર્યું અને તેના પિતા દાઉદની જેમ તે સંપૂર્ણ હૃદયથી ઈશ્વરને અનુસર્યા નહિ.

  7. ¶ પછી સુલેમાને મોઆબના ધિક્કારપાત્ર દેવ કમોશ માટે અને આમ્મોનીઓના ધિક્કારપાત્ર દેવ મોલેખ માટે યરુશાલેમની નજીક આવેલા પર્વત પર એક ઉચ્ચસ્થાન બંધાવ્યું.

  8. તેણે પોતાની સર્વ વિદેશી પત્નીઓ માટે પણ એમ જ કર્યું. તેઓ પોતપોતાના દેવોની આગળ ધૂપ બાળતી તથા યજ્ઞ કરતી હતી.