Skip to content

Justification વિશે બાઇબલની કલમો

132 કલમો · 1 પાસું

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. અને તેમની સાથે મળી એકરૂપ થાઉં અને નિયમશાસ્ત્રથી મારું જે ન્યાયીપણું છે તે નહિ, પણ ખ્રિસ્તનાં વિશ્વાસદ્વારા ઈશ્વરથી જે ન્યાયીપણું વિશ્વાસથી પ્રાપ્ત થાય છે, તે મારું થાય;

  2. ¶ તમે તમારા અપરાધોમાં તથા તમારા મનુષ્યદેહની બેસુન્નતમાં મૃત હતા ત્યારે તેમણે તમારા સર્વ અપરાધોની માફી આપીને તમને ખ્રિસ્તની સાથે સજીવન કર્યાં.

  3. અને નિયમોનું તહોમતનામું જે આપણી વિરુદ્ધ હતું; અને આપણને પ્રતિકૂળ હતું, તેને રદ કરીને તથા વધસ્તંભે તેને ખીલા મારીને નાબૂદ કરી નાખ્યું.

  4. પણ ઓ નિર્બુદ્ધ માણસ, કાર્યો વગર વિશ્વાસ નિર્જીવ છે, તે જાણવાની તું ઇચ્છા રાખે છે?

  5. ¶ આપણા પૂર્વજ ઇબ્રાહિમે યજ્ઞવેદી પર પોતાના દીકરા ઇસહાકનું અર્પણ કર્યું; તેમ કરીને કૃત્યોથી તેને ન્યાયી ઠરાવવાંમાં આવ્યો નહિ?

  6. તું જુએ છે કે તેના કૃત્યો સાથે વિશ્વાસ હતો અને કૃત્યોથી વિશ્વાસને સંપૂર્ણ કરવામાં આવ્યો;

  7. એટલે આ શાસ્ત્રવચન સત્ય ઠર્યું કે જેમાં કહેલું છે, ‘ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તે તેને માટે ન્યાયીપણા અર્થે ગણવામાં આવ્યો; અને તેને ઈશ્વરનો મિત્ર કહેવામાં આવ્યો.’