Skip to content

Gallio વિશે બાઇબલની કલમો

6 કલમો · 1 પાસું

મુખ્ય બાઇબલ કલમો

  1. પણ ગાલિયો અખાયાનો અધિકારી હતો, ત્યારે યહૂદીઓ (સંપ કરીને) પાઉલની સામે ઊભા થયા, અને તેઓએ તેને (પાઉલને) ન્યાયાસન આગળ લાવીને કહ્યું કે,

  2. આ માણસ ઈશ્વરનું ભજન નિયમશાસ્ત્રથી વિપરીત રીતે કરવાનું લોકોને સમજાવે છે.

  3. પાઉલ બોલવા જતો હતો, એટલામાં ગાલિયોએ યહૂદીઓને કહ્યું કે, ‘ઓ યહૂદીઓ. જો અન્યાયની અથવા દુરાચારણની વાત હોત, તો તમારું સાંભળવું વાજબી ગણાત;

  4. પણ જો શબ્દો, નામો, અથવા તમારા પોતાના નિયમશાસ્ત્ર વિષેની એ તકરાર હોય તો, તમે પોતે તે વિષે ન્યાય કરો, કેમ કે એવી વાતોનો ન્યાય ચૂકવવા હું ઇચ્છતો નથી.’”

  5. એમ કહીને તેણે તેઓને ન્યાયાસન આગળથી કાઢી મૂક્યા.

  6. ત્યારે તેઓ સર્વએ સભાસ્થાનના અધિકારી સોસ્થેનેસને પકડીને ન્યાયાસન આગળ માર માર્યો, પણ ગાલિયોએ તે વાત વિષે કંઈ પરવા કરી નહિ.