Dreams વિશે બાઇબલની કલમો: Consulting magicians on
Consulting magicians on વિશે કલમો
ત્યારે રાજાએ જાદુગરો તથા મેલીવિદ્યા કરનારને બોલાવ્યા. તેણે મંત્રવિદ્યા જાણનારાઓને તથા ખાલદીઓને પણ તેડાવ્યા. તે ઇચ્છતો હતો કે તેઓ તેના સ્વપ્ન વિષે તેને કહી જણાવે. તેઓ અંદર આવીને રાજા આગળ ઊભા રહ્યા.
¶ રાજાએ તેઓને કહ્યું, “મને એક સ્વપ્ન આવ્યું છે અર્થ જાણવાને મારું મન આતુર છે.”
ત્યારે ખાલદીઓએ રાજાને અરામી ભાષામાં કહ્યું, “રાજા, સદા જીવતા રહો! આપના સેવકોને તે સ્વપ્ન કહી સંભળાવો અને અમે તેનો અર્થ બતાવીશું.”