મુખ્ય સામગ્રી પર જાઓ

Captivity વિશે બાઇબલની કલમો: Of the ten tribes

6 કલમો · 4 પાસાં

Of the ten tribes વિશે કલમો

  1. માટે યહોવાહે તેઓના બધા સેવક પ્રબોધકો દ્વારા જે કહ્યું હતું તે પ્રમાણે ઇઝરાયલને પોતાની દ્રષ્ટિ આગળથી દૂર કર્યા. એમ ઇઝરાયલને તેઓના પોતાના દેશમાંથી આશ્શૂરમાં લઈ જવામાં આવ્યા, આજ સુધી તેઓ ત્યાં જ છે.

  2. ¶ આશ્શૂરના રાજાએ બાબિલ, કુથા, આવ્વા, હમાથ તથા સફાર્વાઈમમાંથી લોકોને લાવીને ઇઝરાયલી લોકોની જગ્યાએ સમરુનનાં નગરોમાં વસાવ્યા. આથી તેઓએ સમરુનનો કબજો લીધો. અને તેઓ તેનાં નગરોમાં રહ્યા.

  3. ¶ હિઝકિયા રાજાના કારકિર્દીને ચોથા વર્ષે એટલે કે ઇઝરાયલના રાજા એલાના દીકરા હોશિયા રાજાના કારકિર્દીને સાતમા વર્ષે એમ થયું કે આશ્શૂરના રાજા શાલ્માનેસેરે સમરુન પર આક્રમણ કરીને તેને ઘેરી લીધું.

  4. ત્રીજા વર્ષના અંતે તેઓએ તેને જીતી લીધું, એટલે કે હિઝકિયાના કારકિર્દીને છઠ્ઠા વર્ષે, જે ઇઝરાયલના રાજા હોશિયાના કારકિર્દીને નવમા વર્ષે સમરુનને કબજે કરવામાં આવ્યું.

  5. ¶ આશ્શૂરનો રાજા ઇઝરાયલીઓને પકડીને આશ્શૂરમાં લઈ ગયો, તેઓને હલાહમાં, ગોઝાન નદી પર આવેલા હાબોરમાં અને માદીઓનાં નગરોમાં રાખ્યા.

  6. કેમ કે, તેઓએ પોતાના ઈશ્વર યહોવાહની વાણી સાંભળી નહિ, પણ તેમના કરારનું એટલે યહોવાહના સેવક મૂસાએ જે બધી આજ્ઞાઓ આપી હતી તેની અવગણના કરી. તેઓએ તેનું સાંભળ્યું નહિ અને તે પ્રમાણે કર્યું નહિ.