Babes વિશે બાઇબલની કલમો: A symbol of the children of the kingdom of heaven
A symbol of the children of the kingdom of heaven વિશે કલમો
ત્યારે ઈસુએ એક બાળકને પોતાની પાસે બોલાવીને તેને તેઓની વચ્ચે ઊભું રાખીને
તેઓને કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે, જો તમે તમારું બદલાણ નહિ કરો, અને બાળકોના જેવા નહિ થાઓ તો સ્વર્ગના રાજ્યમાં તમે પ્રવેશ નહિ કરી શકો.
¶ માટે જે કોઈ પોતાને આ બાળકના જેવો નમ્ર કરશે, તે સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટો છે.
વળી જે કોઈ મારે નામે એવા એક બાળકનો સ્વીકાર કરે છે તે મારો પણ સ્વીકાર કરે છે.
¶ પણ આ નાનાંઓ જેઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે વ્યક્તિ પાપ કરવા પ્રેરે, તે કરતાં તેના ગળે ભારે પથ્થર બંધાય અને સમુદ્રના ઊંડાણમાં ડુબાડાય એ તેને માટે સારું છે.