Ark of the Covenant વિશે બાઇબલની કલમો: Furnished with rings and staves
Furnished with rings and staves વિશે કલમો
¶ પછી તેને ઊંચકવા માટે સોનાનાં ચાર કડાં બનાવવાં અને તેમને તેના ચાર ખૂણે જડી દેવાં; એક બાજુએ બે કડાં અને બીજી બાજુએ બે કડાં.
બાવળના દાંડા બનાવીને પછી તું તેમને સોનાથી મઢજે.
અને કરારકોશને ઉપાડવા માટે એ દાંડા દરેક બાજુના કડામાં ભરવી દેવા.
¶ દાંડા કરારકોશનાં કડામાં રહેવા દેવા, બહાર કાઢવા નહિ.
તેણે તેના ચાર પાયામાં સોનાનાં ચાર કડાં જોડ્યાં, એટલે તેની એક બાજુએ બે કડાં અને તેની બીજી બાજુએ બે કડાં.
¶ તેણે બાવળના લાકડાના દાંડા બનાવ્યાં અને તેને સોનાથી મઢી લીધાં.
તેણે કરારકોશને ઊંચકવા માટે તેની બાજુ પરનાં કડાંમાં તે દાંડા પરોવી દીઘા.