Andrew વિશે બાઇબલની કલમો
મુખ્ય બાઇબલ કલમો
¶ જૈતૂન પહાડ પર, મંદિરની સામે તે બેઠા હતા ત્યારે પિતરે, યાકૂબે, યોહાને તથા આન્દ્રિયાએ તેમને એકાંતમાં પૂછ્યું,
‘અમને કહો, એ ક્યારે થશે? જયારે તે બધાં પૂરાં થવાનાં હશે, ત્યારે કયા ચિહ્ન થશે?’”
¶ જે બે શિષ્યો યોહાનનું બોલવું સાંભળીને તેમની પાછળ ગયા હતા, તેઓમાંનો એક સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા હતો.
તેણે પ્રથમ પોતાના ભાઈ સિમોનને મળીને કહ્યું કે, ‘મસીહ એટલે ખ્રિસ્ત અમને મળ્યા છે.’”
તે તેને ઈસુ પાસે લઈ આવ્યો. ઈસુએ તેની સામે જોઈને કહ્યું કે, ‘તું યોનાનો દીકરો સિમોન છે. તું પિતર એટલે કેફા કહેવાશે જેનો અર્થ છે પથ્થર.’”
¶ હવે પર્વમાં ભજન કરવાને જેઓ આવ્યા હતા, તેઓમાંના કેટલાક લોકો ગ્રીક હતા;
માટે તેઓએ ગાલીલના બેથસાઈદાના ફિલિપની પાસે આવીને તેમને વિનંતી કરતાં કહ્યું કે, ‘ભાઈ, અમે ઈસુને જોવા ચાહીએ છીએ.’”
ફિલિપે આવીને આન્દ્રિયાને કહ્યું; આન્દ્રિયા તથા ફિલિપે આવીને ઈસુને કહ્યું.